ETV Bharat / state

પરપ્રાંતિયોની ટિકિટના પૈસા આપવાની કોંગ્રેસની જાહેરાત પર ભાજપનો વળતો પ્રહાર - ઈટીવી ભારત ગુજરાત

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપ રાજ્યના અને રાજ્ય બહારનાં તમામ શ્રમિકોનું સન્માન કરે છે અને તેમની સંવેદના સાથેની વ્યવસ્થા અંગેની ચિંતા કરે છે. કેન્દ્ર અને રાજય સરકાર વિવિધ સહાય પેકેજ આપે છે. કોંગ્રેસનો ઈરાદો સારો હોય તો શ્રમિકોના ખાતામાં ટિકીટના ભાડાના પૈસા સીધા જમા કરાવે. પરંતુ કોંગ્રેસનો ઈરાદો માત્રને માત્ર અંધાધૂંધી અને અરાજકતા ફેલાવવાનો છે.

પરપ્રાંતિયોની ટિકિટના પૈસા આપવાની કોંગ્રેસની જાહેરાત પર ભાજપનો વળતો પ્રહાર

author img

By

Published : May 4, 2020, 8:14 PM IST

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમિકોની ચિંતા કરીને પૂરો પગાર આપવાની ઉદ્યોગકારોને અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજય સરકારે બીપીએલ, એપીએલ સહિત પરપ્રાંતીય લોકોનો સર્વે કરાવીને “અન્નબ્રહ્મ યોજના”માં અનાજની કિટ વગેરેની વ્યવસ્થા કરી હતી. ધાર્મિક, સામાજિક, સેવાભાવી સંસ્થાઓ, ભાજપના હજારો કાર્યકર્તાઓ અને અનેક જગ્યાએ પોલીસ વિભાગથી માંડીને અન્ય વિભાગે ફૂડ પેકેટ અને આરોગ્ય અંગેની ચિંતા કરી હતી.

પરપ્રાંતિયોની ટિકિટના પૈસા આપવાની કોંગ્રેસની જાહેરાત પર ભાજપનો વળતો પ્રહાર

ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પરપ્રાંતીય શ્રમિકોની ચિંતા કરીને તેમના વતનમાં જવા સ્પેશ્યલ ટ્રેનની સુવિધા કરી છે અને તે અંગેનો ૮૫% ખર્ચ કેન્દ્ર સરકાર પોતે ભોગવી રહી છે ત્યારે સોનિયા ગાંધી અને કોંગ્રેસે ટિકીટ ભાડા આપવાની કરેલી જાહેરાત એ માત્રને માત્ર એક “રાજકીય સ્ટંટ“ છે. કોંગ્રેસ કયારેય સેવામાં કે ધરતી પર નથી એટલે તેણે આ રાજકીય સ્ટંટ કર્યો હોય તેમ લોકોને લાગી રહ્યું છે. કોંગ્રેસ આ મુદ્દે ઉશ્કેરણીજનક રાજકારણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે. ચૂંટણી સમયે જેમ ઘરના ઘર આપવાનું વચન આપીને લોકોને ફોર્મ ભરાવ્યાં હતાં તે રીતે આ ફોર્મ ભરાવવાનું નાટક છે તેવું સ્પષ્ટ રીતે લોકો માની રહ્યાં છે. કોંગ્રેસ કેવી રીતે ફોર્મ ભરાવશે ? શ્રમિકોની કેવી રીતે ટીકીટ લેશે કે પૈસા આપશે ? તે ખબર નથી.

ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે, કોંગ્રેસે કયારેય પોતાના શાસન દરમ્યાન શ્રમિકોની ચિંતા કરી નથી કે શ્રમિક કલ્યાણની કોઈ પોલીસી બનાવી નથી. માત્રને માત્ર ગરીબ-શ્રમિક-મજૂરોનું શોષણ કર્યું છે.હવે તે વિપક્ષમાં રહીને આ મુદ્દે મગરનાં આંસુ સારવાં પ્રયાસ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.