ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020 : પ્રથમ નોરતાથી ભાજપ વિધિવત પ્રચાર શરૂ કરશે - વિધાનસભા

ગુજરાતમાં આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો આ આઠેય બેઠકો પર જીત મેળવવાનો દાવો કરી રહ્યા છે. પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી શનિવારથી એટલે કે, પ્રથમ નોરતાથી વિધિવત પ્રચાર શરૂ કરશે. જેમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સંગઠનાત્મક પ્રવાસનું આયોજન કરશે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020
પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020
author img

By

Published : Oct 17, 2020, 4:39 AM IST

Updated : Oct 17, 2020, 4:52 AM IST

અમદાવદ : આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાનારી છે. જે સંદર્ભમાં 17થી 19 ઓક્ટોબર, 2020 દરમિયાન ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સંગઠનાત્મક પ્રવાસનું આયોજન કરશે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020
પ્રથમ નોરતાથી ભાજપ વિધિવત પ્રચાર શરૂ કરશે

17 ઓક્ટોબરના રોજ આ સંગઠનાત્મક પ્રવાસ અન્વયે કચ્છના અબડાસા ખાતે સવારે 10 કલાકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન આપશે.

18 ઓક્ટોબરના રોજ કરજણ ખાતે સવારે 10:00 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભાઈ ભટ્ટ તથા મોરબી ખાતે સવારે 10:00 કલાકે અને લીંબડી ખાતે સાંજે 5:00 કલાકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા પૂર્વ પ્રધાન શંકર ચૌધરી ઉપસ્થિત રહી ચૂંટણી વ્યવસ્થાપન અને સંગઠનાત્મક બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે.

19 ઓક્ટોબરના રોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ ડાંગ ખાતે સવારે 10:00 કલાકે અને કપરાડા ખાતે સાંજે 4 કલાકે તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી ધારી ખાતે સવારે 10:00 કલાકે અને ગઢડા ખાતે સાંજે 6 કલાકે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપશે.

વિધાનસભાની પેટા ચૂંટણીની 8 બેઠકના ઉમેદવારોની યાદી

કોંગ્રેસના ઉમેદવારોની યાદી

  • અબડાસા - ડૉક્ટર શાંતિલાલ મેઘજીભાઇ સંઘાણી
  • મોરબી - જયંતીલાલ જયરાજભાઇ પટેલ
  • ધારી - સુરેશ કોટડીયા
  • ગઢડા (SC બેઠક) - મોહનભાઇ સોલંકી
  • કરણજણ - કિરિટ સિંહ જાડેજા
  • કપરાડા - બાબુ વરઠા
  • ડાંગ - સૂર્યકાંત ગાવિત
  • લીંબડી - ચેતન ખાચર

ભાજપના ઉમેદવારોની યાદી

  • અબડાસા- પ્રદ્યુમનસિંહ જાડેજા
  • મોરબી- બ્રિજેશ મેરજા
  • ધારી- જે. વી. કાકડિયા
  • ગઢડા (SC બેઠક) - આત્મારામ પરમાર
  • કરજણ- અક્ષય પટેલ
  • ડાંગ- વિજય પટેલ
  • કપરાડા- જીતુ ચૌધરી
  • લીંબડી - કિરિટસિંહ રાણા

આ પણ વાંચો - વિધાનસભા પેટાચૂંટણીઃ 18.5 લાખ કરતાં વધારે લોકો કરશે મતદાન, 45,659 મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી સાત જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. હવે રાજ્યની ખાલી પડી રહેલ આઠ વિધાનસભામાં 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ ૮ વિધાનસભાના પેટાચૂંટણીમાં કુલ 18,74,951 મતદારો મતદાન કરશે જેમાં 80 વર્ષથી વધુની ઉંમરના 45,659 મતદારો નોંધાયા છે.

આ પણ વાંચો - અમિત શાહ ગુજરાતના પ્રવાસે, પેટાચૂંટણીને લઈ ઉમેદવાર સાથે કરી શકે છે બેઠક

દેશમાં કોરોના સંકટ છવાયેલું છે તો આ તરફ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો માટે પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહ આગામી પ્રથમ નોરતે ગુજરાત આવવાના હતા. જેમાં અંતિમ ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે. અમિત શાહ આજે જ ગુજરાત આવી રહ્યા છે અને 19 તારીખે દિલ્લી પરત ફરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની ગતિવિધિઓ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ 3 નવેમ્બરે યોજાનાર છે. ત્યારે ભાજપે આઠેય બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. મોટાભાગના ઉમેદવારોએ પોતાનું નામાંકન પણ દાખલ કરી દીધું છે. ત્યારે ચર્ચાસ્પદ ગણાતી સુરેન્દ્રનગરની લીંબડીની બેઠક પર ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે.

Last Updated : Oct 17, 2020, 4:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.