અમદાવાદ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં (Gujarat Assembly Election 2022) કોઈ કસર છોડવા માંગતી નથી. આમ તો નરેન્દ્ર મોદી પ્રચાર (Gujarat Election BJP Campaign) માટે મુખ્ય ચહેરો છે. તેમ છતાં ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ ઉતારી દેશે.
કેન્દ્રિય નેતાઓ જાહેર સભા ગજવશે સૂત્રોના જણાવ્યા મુજબ, 10થી વધુ કેન્દ્રિય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા (Gujarat Election BJP Campaign) આવશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. તો કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન, ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં જાહેર સભાઓ ગજવશે.
રાજ્યોના સીએમ પ્રચાર કરવા આવશે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાતમાં આવશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારી ગુજરાતમાં પ્રચાર કરવા (Gujarat Election BJP Campaign) આવશે. ભાજપે 35 થી વધુ સ્ટાર કેમ્પેઇન (BJP Star Campaigners for Gujarat)કરવા માટે ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.
ગુજરાતના સ્થાનિક સ્ટાર પ્રચારકો ગુજરાતમાંથી પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શંભુનાથ ટુંડિયા, ગણપત વસાવા, હર્ષ સંઘવી, સી.આર.પાટીલ, કુંવરજી બાવળીયા, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાના નામ સ્ટાર પ્રચારકોની (BJP Star Campaigners for Gujarat) યાદીમાં છે.