ETV Bharat / state

ભાજપમાં કહી ખુશી કહી ગમ, કોંગ્રેસનું બીજી યાદી માટે મનોમંથન, આપે ચૌદમી યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections )હાલ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવાના દિવસો છે. ભાજપે આજે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસ હજી બીજી યાદી માટે મનોમંથન કરી રહી છે. તો આમ આદમી પાર્ટીએ આજે ચૌદમી યાદી જાહેર કરી છે. ઈ ટીવી ભારતનો ઓવરઓલ વિશેષ ન્યૂઝ રીપોર્ટ

ભાજપમાં કહી ખુશી કહી ગમ, કોંગ્રેસનું બીજી યાદી માટે મનોમંથન, આપે ચૌદમી યાદી કરી જાહેર
ભાજપમાં કહી ખુશી કહી ગમ, કોંગ્રેસનું બીજી યાદી માટે મનોમંથન, આપે ચૌદમી યાદી કરી જાહેર
author img

By

Published : Nov 10, 2022, 8:49 PM IST

અમદાવાદ: આજના દિવસના સૌથી મોટા સમાચાર એ છે કે BJPએ એક સાથે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી(BJP simultaneously announced the names of 160 candidates) છે. કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેની ટિકિટ કપાઈ છે, તેઓ દુખી હતા અને જે નવા ચહેરાને ટિકિટ મળી છે, તેના ઘરે ખુશી હતી.

ભાજપના 22 નામ પર રહ્યું સસ્પેન્સ: ભારતીય જનતા પાર્ટીએ કુલ 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 83 ઉમેદવારો છે અને બીજા તબક્કાની ચૂંટણી માટે 77 નામ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે જાહેર કરેલ શિડ્યુલ પ્રમાણે જોઈએ તો પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકો માટે મતદાન થશે, જેમાં ભાજપના 6 બેઠકોના નામ જાહેર થવાના બાકી રહ્યા છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે, જેમાં ભાજપના 16 નામ જાહેર થવાની બાકી રહ્યા છે.

ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલનું નામ: ભાજપની યાદીમાં સૌપ્રથમ નામ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું નામ સત્તાવાર જાહેર થઈ ચુક્યું છે. જેને પગલે ઘાટલોડિયા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને તેમનો પરિવાર થલતેજ અને ઘાટલોડિયા વિસ્તારમાં આવીને સ્થાનિકો સાથે ઉજવણી કરી હતી. ભાજપના ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસના એડવોકેટ અમીબહેન યાજ્ઞિક ચૂંટણી લડશે. જો કે ઘાટલોડિયા ભાજપનો ગઢ છે, અને ત્યાં ભાજપનો ઉમેદવાર રેકોર્ડબ્રેક મત સાથે જીતે છે.

69 ચાલુ ધારાસભ્યોને જ ટિકિટ: ભાજપે જાહેર કરેલ કુલ 160 ઉમેદવારોની યાદીમાંથી 69 સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપી છે અને 91 નવા ઉમેદવારોને ટિકિટ આપી છે. કુલ 24 એસટી અને 14 અનુસુચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે. 14 મહિલાને ટિકિટ આપી છે. 4 ડૉકટર અને 4 પીએચડી છે

રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો) 5 પ્રધાનમાંથી 4ને ટિકિટ: ગુજરાતના વર્તમાન રાજ્યકક્ષાના(સ્વતંત્ર હવાલો) પાંચ પ્રધાનમાંથી ચાર પ્રધાનોને ટિકિટ અપાઈ છે. મોરબીથી બ્રિજેશ મેરજા કપાયા છે. મજૂરાથી હર્ષ સંઘવી, નિકોલથી જગદીશ પંચાલ, કપરાડા જિતુ ચૌધરી અને વડોદરા મનિષા વકીલને ટિકિટ અપાઈ છે.

રાજ્યકક્ષાના 9 પ્રધાનમાંથી 2 પ્રધાનની ટિકિટ કપાઈ: ગુજરાત સરકારના વર્તમાન 9 રાજ્યકક્ષાના પ્રધાનમાંથી બે પ્રધાનની ટિકિટ કપાઈ છે. રાજકોટથી અરવિંદ રૈયાણી અને મહુવા બેઠક પરથી આર સી મકવાણાની ટિકિટ કપાઈ છે. ઓલપાડથી મુકેશ પટેલ, મોરવાહડફથી નિમિષાબહેન સુથાર, સંતરામપુરથી કુબેરસિંહ ડિંડોર, કાંકરેજથી કીર્તિસિંહ વાઘેલા, પ્રાંતિજ બેઠક પર ગજેન્દ્રસિંહ પરમાર કતારગામ બેઠક પર વિનુ મોરડિયા અને કેશોદ બેઠક પર દેવા માલમને ટિકિટ આપીને રિપિટ કરાયા છે.

ભાજપમાં ટિકિટ નથી મળી તે કોંગ્રેસના સંપર્કમાં: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ આજે ગુરુવારે કહ્યું હતું કે, ભાજપમાંથી અસંતુષ્ટ નેતાઓ અને જે લોકોની ટિકિટ કપાઈ છે એવા નેતાઓ અમારા સંપર્કમાં છે. ટીકીટ ફાળવણી તે ભાજપનો આંતરીક મામલો છે, પણ સત્તામાં હોવા છતાં જુના જોગીઓ અને મંત્રીઓની બાદબાકી ક્યાંકને ક્યાંક ગુજરાતમાં ભાજપાના શાસનના વળતા પાણીનો અંદેશો હોય તે સ્પષ્ટ દેખાય છે.

કોંગ્રેસમાં ખાનગી મીટિંગનો દોર: તો બીજી બાજુ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોંગ્રેસની ખાનગી મિટિંગનો દોર યથાવત રહ્યો હતો. આ મિટિંગમાં રઘુ શર્મા, સિદ્ધાર્થ પટેલ, સુખરામ રાઠવા હાજર રહ્યા હતા અને કોંગ્રેસની બીજી યાદી માટેનું મહામંથન શરૂ થયું હતું. આજે સાંજ સુધીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તેવી શકયતા છે.

કાર્યકર્તાઓને ભોગે ભાજપના અસંતુષ્ટોને ટિકિટ નહી આપીએઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના નારાજ નેતાઓમાંથી કોઈ સંપર્ક કરશે પરંતુ અમે અમારા કાર્યકર્તાઓની ભોગે કોઈને ટિકિટ નહીં આપીએ. આજે પણ કોંગ્રેસના ત્રીજા ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. છેલ્લા 48 કલાકમાં 3 કોંગ્રેસી ધારાસભ્ય હાથ છોડીને કમળ પકડ્યું છે.

આપની 14મી યાદી જાહેર: આમ આદમી પાર્ટી એ પોતાના 10 ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. થરાદ વિધાનસભા બેઠક પર વીરચંદભાઈ ચાવડાને, જામનગર દક્ષિણ બેઠક પર વિશાલ ત્યાગી, જામજોધપુર બેઠક પર હેમંત ખવા, તાલાલા બેઠક પર દેવેન્દ્ર સોલંકી, ઉના બેઠક પર સેજલબેન ખુંટ, ભાવનગર ગ્રામ્ય બેઠક પર ખુમાનસિંહ ગોહિલ, ખંભાત બેઠક પર અરુણ ગોહિલ, કરજણ બેઠક પર પરેશ પટેલ, જલાલપોર બેઠક પર પ્રદીપ કુમાર મિશ્રા અને ઉમરગામ વિધાનસભા બેઠક પર અશોકભાઈ પટેલને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે.

કેજરીવાલ બોલે છે તે કરી બતાવે છેઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સુરતમાં રોડ શો દરમિયાન જાહેર જનતાને સંબોધતા કહ્યું હતું કે સમગ્ર ભારત દેશ એ ઉદાહરણ જાણે છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે. દિલ્હી અને પંજાબમાં કરીને બતાવ્યું, હવે ગુજરાતમાં પણ કરીને બતાવીશું. ફક્ત ચૂંટણી સમયે વાયદા કરવાના અને સાડા ચાર વર્ષ સુધી કોઈ કામ ન કરવું, ચૂંટણીના છેલ્લા મહિનામાં અવનવી જાહેરાતો કરીને જનતાને છેતરવાનું કામ આમ આદમી પાર્ટી કરતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.