ETV Bharat / state

અમદાવાદ શહેરની 8 બેઠક માટે સેન્સ લેવાઈ, કઇ બેઠક પર દાવેદારીની ધૂમ મચી જૂઓ - ભાજપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ( BJP Sense Process ) નો બીજો દિવસ ધમધમાટભર્યો બની રહ્યો હતો. અમદાવાદમાં તમામ વિધાનસભા બેઠકોની સેન્સ પ્રક્રિયા ( Total assembly seat in Ahmedabad ) આ સાથે સંપન્ન થઇ છે. એ પહેલાં પણ 8 બેઠક માટે સેન્સ લેવાઇ હતી. જેથી અહીંની તમામ બેઠકો પર દાવેદારો સામે આવી ગયાં છે.

અમદાવાદ શહેરની 8 બેઠક માટે સેન્સ લેવાઈ, કઇ બેઠક પર દાવેદારીની ધૂમ મચી જૂઓ

author img

By

Published : Oct 29, 2022, 6:52 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ( BJP Sense Process )નો આજે બીજો દિવસ છે. આજે બીજા દિવસે અમદાવાદની આઠ વિધાનસભા બેઠક પર સેન્સ ( Total assembly seat in Ahmedabad ) લેવામાં આવી હતી. જેમાં એલિસબ્રિજ, બાપુનગર ,મણીનગર, અમરાઈવાડી, વટવા ,જમાલપુર ,ઠકરબાપા નગર અને નિકોલ વિધાનસભાની સેન્સ લેવામાં આવી. કઇ બેઠક પર દાવેદારીની ધૂમ મચી જૂઓ.

બીજો દિવસ ધમધમાટભર્યો બની રહ્યો

એલિસ બ્રિજ વિધાનસભા વિધાનસભાના ઉમેદવારી નોંધાવાની વાત કરીએ તો વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ ,પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલ ,અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડોક્ટર સુજય મહેતા, પાલડી વોર્ડના કોર્પોરેટર, પ્રિતેશ મહેતા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સહિતના હાઇ પ્રોફાઈલ નેતાઓએ દાવેદારી નોંધાવી છે.

ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકની વાત કરીએ તો ત્યાં ચાલુ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા, પૂર્વ એએમટીએસ ચેરમેન તેમજ કોર્પોરેટર પશ્ચિમ પેથાણીએ ઠક્કરબાપાનગર માટે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. નિકોલ વિધાનસભાના સેન્સ લેવાની પ્રક્રિયા ( BJP Sense Process )શરૂ થઈ હતી. જેમાંથી નિકોલ વિધાનસભા માટે એકમાત્ર ચાલુ ધારાસભ્ય અને મંત્રી જગદીશ વિશ્વકર્માનું પ્રસ્તાવ તેમના સમર્થકો દ્વારા મૂકવામાં આવ્યો હતો. એકમાત્ર જગદીશ વિશ્વકર્માના નામનો એક લીટીનો પ્રસ્તાવ તેમના સમર્થકો દ્વારા મૂકીને સમર્થન આપવામાં આવ્યું હતું.

વટવા વિધાનસભા બેઠકની વાત કરીએ તો ત્યાં પૂર્વગ્રહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના નામનું પ્રસ્તાવ એમના સમર્થકો દ્વારા આપવામાં આવ્યો હતો. તેમના સમર્થકો એક સાથે મણિનગર આવકાર હોલ ખાતે નિરીક્ષકોને પ્રસ્તાવ આપ્યો હતો. આ ઉપરાંત વટવા વિધાનસભા માટે અનિલ પટેલ, પારુલ પટેલ ,પૂર્વ કોર્પોરેટર ,હંસાબેન પટેલ, રવિભાઈ ઠાકોર, રાજુભાઈ પટેલ, અને અરવિંદભાઈ પટેલ પ્રકાશ પ્રજાપતિએ દાવેદારી નોંધાવી છે.

બાપુનગર વિધાનસભા બેઠક માટે 50થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. બાપુનગર બેઠક સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ભારે કકળાટ જોવા મળ્યો હતો. બાપુનગરની સેન્સ પ્રક્રિયા ( BJP Sense Process )દરમિયાન તેના સ્થાનિક નેતાઓએ ઠરાવ પસાર કર્યો હતો કે એએમસીના પક્ષનેતા ભાસ્કર ભટ્ટ, ડેપ્યુટી ચેરમેન ઇ ડબલ્યુ એસ અશ્વિન પેથાણી અને ડેપ્યુટી ચેરમેન હેલ્થ કમિટી પ્રકાશ ગુર્જરમાંથી જ કોઈકને ટિકિટ આપવામાં આવે. આવા ઠરાવની જાણ થતા જ અન્ય નેતાઓએ પણ પોતાના નામ સમાવાની ભલામણ કરી હતી અને આ જ સમય દરમિયાન ભારે પણ હોબાળો જોવા મળ્યો હતો.

બાપુનગર વિધાનસભાની દાવેદારીની વાત કરીએ તો પૂર્વ ડીઆઇએસપી તરુણ બારોટ ,બાપુનગરના ભાજપના ચારેય કોર્પોરેટર એએમસી શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, ભાજપ સોશિયલ મીડિયા પ્રભારી પંકજ શુક્લ, શહેર મહામંત્રી પરેશ લાખાણી, મહિલાઓમાં અસારવાના કોર્પોરેટર મીનાબેન પટેલ સહિતના દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. બાપુનગરના વોર્ડના કોર્પોરેટર અશ્વિન પેથાણી, પ્રકાશ ગુર્જર ,કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિનેશ શર્મા સહિતના લોકો દાવેદારી નોંધાવી ચુક્યા છે.

મણિનગર વિધાનસભા બેઠક માટે સીટીંગ એમએલએ સુરેશ પટેલ, એમસીના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ પણ દાવેદારી કરી છે. આ સિવાય મણિનગર બેઠક માટે દશરથ મુખી પૂર્વ કાઉન્સિલર દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશિષ અમીન પણ મણિનગર બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે. બ્રહ્મસમાજ આગેવાન મણિનગર બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે. વોર્ડ મહામંત્રી કમલેશ પટેલ,ખોખરાના પૂર્વ કાઉન્સેલર અને અમદાવાદ મહિલા મોરચા મહામંત્રી જૈમિની દવે પણ મણિનગર બેઠક માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે.

સાણંદ વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા ( BJP Sense Process ) માં કુલ 15 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં ધારાસભ્ય કનુ પટેલ અને કમા રાઠોડ એપીએમસી ચેરમેન દિલીપસિંહ બારડ સામાજિક અગ્રણી પ્રફુલ મહેતા એપીએમસી ચેરમેનના પુત્ર મયૂર ડાભી અને ખેંગાર સોલંકી પણ દાવેદારી નોંધાવી ચૂક્યા છે.

અમરાઈવાડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો અમરાઈવાડી બેઠક ઉપર દાવેદારોમાં ભાજપના હાલના ધારાસભ્ય જગદીશ પટેલ પૂર્વ ચેરમેન રમેશ દેસાઈ ડોક્ટર સેલના પૂર્વ કન્વીનર ડોક્ટર વિષ્ણુ પટેલ વોર્ડ પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલર જયેશ પટેલ તેમજ ખોખરા કાઉન્સિલ પૂર્વ શહેર મહામંત્રી કમલેશ પટેલે દાવેદારી નોંધાવી છે.

નોંધનીય છે કે બે દિવસ ચાલેલી સેન્સ પ્રક્રિયા ( BJP Sense Process )માં ઘણા બધા મોટા અને સિનિયર નેતાઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થઈ જશે. ત્યારે એ જોવું રહ્યું કે કયા ઉમેદવારોને ટિકિટ મળે છે કોણ ઉમેદવારો રીપીટ થાય છે અને કયા નવા ચહેરાઓ ભાજપમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.