ETV Bharat / state

ભાજપના બળવાખોરો ભાજપને જ નડ્યા, તો મધુ શ્રીવાસ્તવ ન તો પોતે જીત્યા ન ભાજપને જીતવા દીધી

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું (gujarat election 2022) પરિણામ આખરે આજે આવી જ ગયું. આ સાથે જ ભાજપે ફરી એક વાર રાજ્યમાં સત્તા જાળવી રાખી છે. ત્યારે આજે વાત કરીએ એવા ઉમેદવારોની જેમણે પાર્ટી સાથે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમ છતાં તેઓ જીતી શક્યા નથી. જોકે, તમામ લોકો હાર્યા તેવું નથી. 20 બળવાખોર ઉમેદવારોમાંથી (BJP Rebel Candidates effect on gujarat election) 3 જ જીત્યા છે.

Etv Bharatભાજપના બળવાખોરો ભાજપને જ નડ્યા, તો મધુ શ્રીવાસ્તવ ન તો પોતે જીત્યા ન ભાજપને જીતવા દીધી

author img

By

Published : Dec 8, 2022, 5:58 PM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ (gujarat election 2022 Result ) આવતાં જ ભાજપ ફરી વખત સત્તામાં ટકી રહેવામાં સફળ રહી છે. ત્યારે આ વખતે વાત કરીએ ભાજપના બળવાખોર નેતાઓની કે, જેઓ જીત્યા તો નહીં, પરંતુ અપક્ષ ઉમેદવારી નોંધાવી તેઓ ભાજપને જીતવામાં નડ્યા ખરી. તેમ છતાં તેઓ જીતી શક્યા નથી. જોકે, તમામ લોકો હાર્યા તેવું નથી. 20 બળવાખોર (BJP Rebel Candidates effect on gujarat election) ઉમેદવારોમાંથી 3 જ જીત્યા છે.

આ ભાજપના નેતાઓએ કર્યો હતો બળવો વડોદરામાં પાદરાના દિનુ પટેલ, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ (BJP Rebel Candidate Madhu Srivastav) અને સાવલીના કુલદિપસિંહ ઉદેસિંહ રાઉલ, પંચમહાલ જિલ્લામાં શહેરા બેઠક પરના ખતુભાઈ પગી, મહીસાગર જિલ્લામાં લુણાવાડાના એસ. એમ. ખાંટ, લુણાવાડાના જે. પી. પટેલ, આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરના રમેશ ઝાલા, ખંભાત બેઠક પરના અમરશી ઝાલા, અરવલ્લી જિલ્લામાં બાયડ બેઠક પરના ધવલસિંહ ઝાલા, મહેસાણાની ખેરાલુ બેઠક રામસિંહ ઠાકોર, ધાનેરાના માવજી દેસાઈ, બનાસકાંઠા જિલ્લાના ડીસા બેઠક પરથી લેબજી ઠાકોર. ભાજપે આ તમામ ઉમેદવારોને ચૂંટણી પહેલા જ સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે આવો જાણીએ આમાંથી કેટલા ઉમેદવારો જીત્યા હતા.

અપક્ષ ઉમેદવારો ભાજપની બાજી બગાડવામાં નિષ્ફળ રહ્યા ભાજપના બળવાખોર (BJP Rebel Candidates effect on gujarat election) ઉમેદવાર માવજી દેસાઈ છે, જેમણે જીત મેળવી છે. આ સાથે જ ભાજપના બળવાખોર ઉમેદવારો ભાજપની બાજી બગાડવામાં નિષ્ફળ રહ્યા છે.

મધુ શ્રીવાસ્તવ ન જીત્યા ન જીતવા દીધા વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપે મધુ શ્રીવાસ્તવની (BJP Rebel Candidate Madhu Srivastav) ટિકીટ કાપી નાખતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તેમના આ દબંગ અંદાજના જ કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા છે. તેમણે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે જ ભાજપે પણ મોટું નુકસાન થયું છે. એટલે ભાજપના પૂર્વ નેતા મધુ શ્રીવાસ્તવ પોતે તો જીત્યા નહીં પરંતુ ભાજપને પણ જીતવા ન દીધી તેવું લાગી (gujarat election 2022 Result) રહ્યું છે.

માવજી દેસાઈએ કર્યો હતો બળવો બનાસકાંઠાની ધાનેરા બેઠક પરના ભાજપના નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડી આ જ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેઓ વર્ષ 2017માં ભાજપના જ ઉમેદવાર હતા. બીજી તરફ પાદરા બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ ભાજપમાંથી ટિકીટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેઓ પાદરામાં સતત સક્રિય રહ્યા હતા. જોકે, વર્ષ 2017માં તેઓ ચૂંટણી હારી જતા ભાજપે તેમને રિપીટ કર્યા (gujarat election 2022 Result) નહતા. એટલે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી ને હવે તેઓ હારી ગયા છે.

બાયડ બેઠક પર અપક્ષની જીત અરવલ્લી જિલ્લામાં બાયડ બેઠક પર ભાજપના પૂર્વ નેતા ધવલસિંહ ઝાલાએ આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ને તેઓ અહીંથી જીતી ગયા છે. ભાજપે વર્ષ 2019માં ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીમાં બાયડ અને રાધનપુર બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. ત્યારે આ વખતે તેમનો વિજય થયો છે. આ સાથે જ ભાજપના બળવાખોર (BJP Rebel Candidates effect on gujarat election) 4 ઉમેદવારોની જીત થઈ છે.

મહીસાગરમાં ભાજપને ફટકો મહીસાગર જિલ્લામાં ભાજપના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પુરુષોત્તમ પટેલે પણ આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમ છતાં તેમની આ બેઠક પરથી હાર થઈ છે. તેઓ વર્ષ 1991થી લઈ અત્યાર સુધી ભાજપમાં સક્રિય હતા. જોકે, આ વખતે ટિકીટ કપાઈ જતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એટલે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.