સમગ્ર વિગત અનુસાર, નરોડાના ભાજપ ધારાસભ્ય પાસે સ્થાનિક મહિલા પાણી મુદ્દે ફરિયાદ કરવા ગઈ હતી. રજૂઆત કરવા ગયેલ મહિલાની ફરિયાદ સાભળવાને બદલે મહિલા પર ગુસ્સે ભરાઈ ધારાસભ્ય થાવાણીએ પોતાની કાર્યાલયની બહાર રોડ પર જાહેરમાં મહિલાને બેરહેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ધટના વીડિયોમા કેદ થઈ હતી.
મહત્વનું છે કે, ધારાસભ્ય બલરામનો ભાઈ કિશોર થાવાણી જે હાલમાં કોર્પોરેટર છે તે પણ અગાઉ પાણીના મુદ્દે એક કિશોર સાથે મારામારી કરી ચૂક્યા છે અને તેના વિરૂદ્ધ સરદાર નગર પોલીસમાં અગાઉ અરજી પણ કરવામાં આવી હતી. આમ બન્ને ભાઈઓ જેઓ નરોડા જિલ્લામાં મહત્વના પદ પર છે અને લોકમતથી જ ચૂંટાઈને આવ્યા હોવા છતા જાણે જનતા પ્રત્યેની તમામ ફરજો ભુલી અને મહિલાઓના સન્માનની વાતો કરનારા જ આવા કૃત્યો કરશે તો શું થશે? આ ધટનાથી સમગ્ર નરોડા પંથક ધેરા પ્રત્યાધાતો પડ્યા હતા અને સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો.