ETV Bharat / state

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા - land mafias news

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાનો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે. અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાના નામ જાહેર કર્યા છે. જેમાં ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલ, ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ, ભાવિક દેસાઇ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા

author img

By

Published : Jan 4, 2021, 4:07 PM IST

  • અલ્પેશ ઠાકોરે ભૂ-માફિયાઓના નામ કર્યા જાહેર
  • અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ
  • અલ્પેશ ઠાકોરે 3 બિલ્ડરો સામે જમીન પચાવવાનો આરોપ લગાવ્યો

અમદાવાદ : ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાનો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે. અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાના નામ જાહેર કર્યા છે. જેમાં ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલ, ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ, ભાવિક દેસાઇ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. ગણેશ મેરેડિયન કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદનના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે ભાવિક દેસાઇ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે 3 બિલ્ડરો સામે જમીન પચાવવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા

મારા પર ભૂ-માફિયાના આરોપ સાબિત કરી બતાવે

અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, અમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ખેડૂતોના ભોળપણ અને નિરક્ષરતાનો ફાયદો ઉઠાવી તેમની જમીન પચાવી પાડવામાં આવી છે. ખાતામાં આવેલુ સરકારી વળતર પણ ભૂમાફિયાઓએ પચાવી પાડ્યુ છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાના આરોપમાં પડકાર ફેક્યો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, મને ભૂમાફિયા સાબિત કરો, સામેથી જેલમાં જતો રહીશ. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતુ કે, મારા પર ભૂ-માફિયાના આરોપ સાબિત કરી બતાવે. અમે કાયદેસર રીતે લડાઈ લડીશું. લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરીશું. 7-12ના ઉતારા હોય તેના નામે જમીન હોય છે.

અમે સહી કરી દીધી અને હાલ બધી જમીન તેમના નામે થઇ ગઇ

નવઘણજીએ ઉમેર્યુ હતુ કે, હવે મારી પાસે કેસ લડવાના પણ પૈસા નથી. ધરમ કરતા ધાડ પડી છે. આ અંગનો લેટર નવઘણજી ઠાકોરે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેણે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ ઠાકોર સમાજનો ઉપયોગ કરીને પૈસા હડપે છે. મારા દાદાના નામે 37 વિઘા જમીન હતી તે અલ્પેશ ઠાકોર અને તેમના પિતાને અમે અમારું નામ દાખલ કરવા જમીન આપી હતી. તેમને જ્યાં કહ્યું ત્યાં અમે સહી કરી દીધી અને હાલ બધી જમીન તેમના નામે થઇ ગઇ છે. આ પહેલા પણ રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો અલ્પેશ ઠાકોરે સ્વાગત કર્યુ હતું. અલ્પેશ ઠાકોરે આ એક્ટ બાદ પ્રહાર કર્યા હતા કે, અમદાવાદ-ગાંધીનગરમાં ગરીબ લોકોની જમીન પચાવી પાડવામાં આવી રહી છે. ભળતા નામ અને ડોક્યુમેન્ટ ઉભા કરી જમીન પચાવી પાડવામાં આવે છે. મોટા બિલ્ડર, રાજકીય નેતા અને મોટા અધિકારીઓની સિન્ડીકેટ ચાલી રહી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની પટ્ટીમાં મોટા બિલ્ડરો પોતાને મોટા દાનવીર ગણાવે છે પરંતુ તેમણે ગરીબ ખેડૂતોને લૂંટ્યા છે.

શું કહે છે ખેડૂતો?

મુઠીયા-હંસપુરાના ખેડૂત અમૃત ઠાકોરનું નિવેદન એવું છે કે, ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલે મારી જમીન છેતરપિંડી કરીને જમીન પચાવી પાડી. જ્યારે રામજી ઠાકોરનું કહેવું છે કે, મારી જમીન ઉદય ભટ્ટે પચાવી પાડી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાતી નથી. વિનુ ઠાકોર કહે છે કે, પોલીસ અમને ધમકાવે છે. ખોટી સહી કરીને જમીન પચાવી લીધી છે. ડુપ્લિકેટ ID આઈકાર્ડ બનાવી દસ્તાવેજ બનાવી લીધા છે. ડુપ્લીકેટ ID કાર્ડ તૈયાર કરવા મુદ્દે તપાસની માગ થઈ રહી છે.

37 વિઘા જમીન પચાવી પાડ્યાનો અલ્પેશ પર છે આરોપ

અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. વિરમગામના સિતાપુરમાં 37 વિઘા જમીન પચાવવાનો આક્ષેપ થયો છે. ધમકી આપી 37 વિઘા જમીન પચાવ્યાનો આક્ષેપ થઇ રહ્યો છે. નવઘણજી ઠાકોર નામના શખ્સે આક્ષેપ લગાવ્યા છે, આ મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.