અગાઉ ભાજપે ગાંધીનગરથી અમિત શાહ સહિત 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, આંણદ બેઠક પર કોંગ્રેસના ભરતસિંહ સોંલકી અને મિતેશ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. આ પહેલા ભાજપે ગુજરાતમાં 19 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. જેથી ભાજપે કુલ 23 ઉમેદવાર જાહેર કર્યાં છે. જોકે હજુ ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. આ ત્રણેય બેઠક પાટીદાર પ્રભુત્વવાળી છે.
ક્રમ | બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
1 | સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ |
2 | અમદાવાદ પશ્ચિમ | કિરીટ સોલંકી |
3 | સુરેન્દ્રનગર | મહેન્દ્ર મુંજપરા |
4 | રાજકોટ | મોહન કુંડારિયા |
5 | જામનગર | પૂનમબેન માડમ |
6 | અમરેલી | નારણ કાછડિયા |
7 | ભાવનગર | ભારતીબેન શિયાળ |
8 | ખેડા | દેવુસિંહ ચૌહાણ |
9 | દાહોદ | જસવંતસિંહ ભાભોર |
10 | ભરૂચ | મનસુખ વસાવા |
11 | વડોદરા | રંજનબહેન ભટ્ટ |
12 | બારડોલી | પ્રભુ વસાવા |
13 | નવસારી | સી. આર. પાટીલ |
14 | વલસાડ | કે. સી. પટેલ |
15 | ગાંધીનગર | અમિત શાહ |
16 | બનાસકાંઠા | પરબત પટેલ |
17 | પોરબંદર | રમેશ ધડૂક |
18 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ |
19 | આણંદ | મિતેષ પટેલ |
20 | પાટણ | ભરતસિંહ ડાભી |
21 | જૂનાગઢ | રાજેશ ચુડાસમા |
22 | કચ્છ | વિનોદ ચાવડા |
23 | છોટા ઉદેપુર | ગીતાબેન રાઠવા |