ETV Bharat / state

Shikshapatri Anniversary: કુમકુમ મંદિરમાં શિક્ષાપત્રીનો સામૂહીક પાઠ કરાયો, 197મી જયંતી ઉજવાઈ - Kumkum Mandir

કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રીની 197મી જયંતીની ઉજવણી કરવામાં આવી. કુમકુમ મંદિર દ્વારા 12 X 18 ઈંચની રંગીન વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું. સહજાનંદસ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત્‌ 1882 વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી.

Kum Kum Mandir: કુમકુમ મંદિર દ્વારા શિક્ષાપત્રીની 197મી જયંતીની ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Jan 26, 2023, 1:12 PM IST

કુમકુમ મંદિરમાં શિક્ષાપત્રીની 197મી જયંતીની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ: તારીખ 26 -1- 2023ને ગુરુવાર-વસંતપંચમીના પર્વ પર સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલા ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની 197 મી જયંતી સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સવારે 8- 00થી 9: 30 ઉજવાઈ છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્શોપચારથી મહાપૂજન કરીને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ શિક્ષાપત્રીનો સામૂહીક પાઠ કરવામાં આવ્યો.

આ પણ વાંચો Shikshapatri janma jayanti: જીવન જીવવાની શીખ આપતી શિક્ષાપત્રીની 192મી જયંતિ, 212 શ્લોક

શિક્ષાપત્રીનું પૂજન: કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે 12 X 18 ઈંચની વિશાળ રંગીન શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું અને વસંતપંચમી હોવાથી વસંતકુંભનું સ્થાપન કરીને વસંતનો શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યો દ્વારા ઓચ્છવ કરવામાં આવ્યો. સહજાનંદસ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત્‌ 1882ના વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી.

અભૂતપૂર્વ બંધારણ: વધુમાં કહ્યું કે શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ. શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી આદી અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસથાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે. મહાત્મા ગાંધીજી કહે છે કે,હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે. પણ સ્વામિનારાયણ ધર્મ પ્રસંશનીય, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મને વિષે ઘણું માન છે. આ પહેલા જૂનાગઢમાંથી પણ શિક્ષાપત્રીને લઈને એનું મહત્ત્વ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 212 શ્લોક અંકિત કરાયા છે. ઘણા સંતો આને એક આદર્શગ્રંથ તરીકે પણ જુવે છે.

આ પણ વાંચો જાણો પાર્ષદ દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે

આશીર્વાદ આપ્યા: આ શિક્ષાપત્રી ઉપર ખુદ સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, “આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.”માટે અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્યે પાઠ કરવો અને જેને વાંચતાં ન આવડતું હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવો કોઈ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને એમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.