ETV Bharat / state

ખોટા દસ્તાવેજ પર USA મોકલવાનું નેટવર્ક ઝડપાયું, 79 પાસપોર્ટ-વિઝા ડૉક્યુમેન્ટ જપ્ત

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે 14 ડિસેમ્બર 2022 ના (investigation of Bobby Patel )રોજ કબુતર બાજુ મામલે ભરત ઉર્ફે બોબી રામ પટેલની ભાડજ ખાતેથી ધરપકડ કરી હતી. ભરત ઉર્ફે બોબી પટેલની ઓફિસમાંથી મળી આવેલા વિઝા મેળવવા માટેના દસ્તાવેજો પણ ખોટા હોવાનું (CRIME BOBY PATEL)સામે આવ્યું છે.

કબુતરબાજ બોબી પટેલની તપાસમાં મોટા ખુલાસા, ઓફિસમાંથી મળેલા 4 પાસપોર્ટ ડમી નીકળ્યા

author img

By

Published : Dec 29, 2022, 9:25 AM IST

Updated : Dec 29, 2022, 4:30 PM IST

કબુતરબાજ બોબી પટેલની તપાસમાં મોટા ખુલાસા

અમદાવાદ: ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે 14 ડિસેમ્બર 2022 ના રોજ (investigation of Bobby Patel )કબુતર બાજ મામલે ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ભાડજ ખાતેથી ધરપકડ કરી હતી. જે આરોપીની તપાસમાં મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે શંકાસ્પદ 79 પાસપોર્ટ, એક લેપટોપ અને અન્ય દસ્તાવેજોની સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ આપવામાં આવી હતી. આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ તેમજ અન્ય દ્વારા ચાંદલોડિયા ખાતે કબૂતર બાજીનું કામ કરવા માટે ઓફિસ રાખવામાં આવી હતી અને તે ઓફિસમાંથી મળેલા 79 શંકાસ્પદ પાસપોર્ટ પૈકી પાંચ પાસપોર્ટના નંબરો પાસપોર્ટ ધારકના નામ સાથે મેચ ન થતા હોવાનું પાસપોર્ટ ઓથોરિટી તરફ જણાવવામાં આવતા તે પૈકી કુલ ચાર પાસપોર્ટ અંગે ખરાઈ કરતા તે 4( dummy passports found in boby patels office) પાસપોર્ટ ડમી હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો છોકરીઓ સામે ઈશાર કરનારા સામે પોલીસે આંખ લાલ કરી, છેડતી કેસમાં 3 ઝડપાયા

ખોટા તેમજ બનાવટી દસ્તાવેજો: વધુમાં ભરત ઉર્ફે બોબી પટેલની ઓફિસમાંથી મળી આવેલા વિઝા મેળવવા માટેના દસ્તાવેજો પણ ખોટા હોવાનું સામે આવ્યું છે. આ રીતે ભરત ઉર્ફે બોબી પટેલ તેમજ તેના સાગરીતો દ્વારા પોતાનો આર્થિક લાભ મેળવવા માટે ગુનાહિત કાવતરું રચીને અમેરિકા જવા ઇચ્છતા વ્યક્તિઓનો સંપર્ક કરતા હતાં. આવા વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે તેમના ખોટા તેમજ બનાવટી પાસપોર્ટ દ્વારા અલગ અલગ દેશોના વિઝા મેળવવા માટેના ખોટા તેમજ બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવામાં આવી છે. તેના આધારે અલગ અલગ દેશોના વિઝા મેળવી પેસેન્જરને ખોટી ઓળખ ધારણ કરાવડાવી ગેરકાયદેસર રીતે અમેરિકા ખાતે મોકલ્યા હોવાનું તેમજ તેઓની પાસેથી પૈસા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.

3
3

આ પણ વાંચો MS Uni.માં પઠાણ ગેંગ ફરી સક્રિય: નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

કબુતરબાજીનું કૌભાંડ: ભરત ઉર્ફે બોબી પટેલ તેમજ તેના સાગરીતોએ અમદાવાદ શહેરના 4, મહેસાણા ગાંધીનગરના 4, મુંબઈના 3, દિલ્હીના 5 તથા અમેરિકાના 1 વગેરે મળીને કુલ 18 આરોપીઓ દ્વારા આ છેતરપિંડીનું સમગ્ર કબુતરબાજીનું કૌભાંડ ચલાવવામાં આવ્યું હોવાનું સામે આવતા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Last Updated : Dec 29, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.