- ટોક્યો પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ
- કેન્દ્રની યુવા અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા અર્જુન એવોર્ડની ઘોષણા થાય છે
- ભાવિના પટેલને દિલ્હીમાં મળશે અર્જુન એવોર્ડ
અમદાવાદઃ 3 નવેમ્બરના રોજ ભારતમાંથી 35 ખેલાડીઓની અર્જુન એવોર્ડ(Arjuna Award) માટે પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ખેલાડીઓને આજે 13 નવેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના(President Ramnath Kovind) હસ્તે અર્જુન એવોર્ડ (Arjuna Award)આપવામાં આવશે. પસંદ કરાયેલા 35 ખેલાડીઓમાંથી ટોક્યો પેરા ઓલિમ્પિક-2021(Olympics-2021)માં ભારતને સિલ્વર મેડલ (India won the silver medal)અપાવનાર ભાવિના પટેલનો ( Bhavina Patel)સમાવેશ થાય છે. ભાવિના પટેલનું મૂળ વતન મહેસાણાનું સુંઢિયા ગામ છે. પરંતુ હાલમાં તે અમદાવાદમાં સ્થાયી થયેલ છે. તેણે ભારતને ટેબલ ટેનિસની રમતમાં (The game of table tennis)સિલ્વર મેડલ અપાવ્યો હતો.
ભાવિનાનો પરિચય
મહેસાણા (Mehsana)જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામમાં ખેતી તથા દુકાન ચલાવતા હસમુખ પટેલની દીકરી ભાવિના. એ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમને પગે પોલિયો થયેલો એ પછી શરૂ થયેલો સંઘર્ષ આજે પણ ચાલે છે. તેમના લગ્ન અમદાવાદમાં વેપાર કરતા નિકુલ પટેલ સાથે થયાં છે. જેઓ ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે. ભાવિના પટેલ ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ)ના કર્મચારી છે. 2008થી ભાવિના ટેબલ ટેનિસ રમે છે.
ભાવિના અને તેને મેળવેલ મેડલ્સ
ભાવિના પટેલે, 2008થી 2020માં નેશનલ ટુર્નામેન્ટમાં 12 ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 28 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને એમાં પાંચ ગોલ્ડ, 12 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. એશિયન ગેમ્સમાં મેડલ મેળવેલ છે.
ભવિનાએ 2021-ટોક્યો પેરા ઓલિમ્પિકમાં મેળવ્યો સિલ્વર મેડલ
ભાવિના પટેલે ટોક્યો પેરા ઓલમ્પિક-2021 માં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની ખેલાડીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં તેણે ચીનની ઝેન્ગ મિઆઓને હરાવી હતી. જ્યારે ગોલ્ડ મેડલ માટેની મેચમાં તેને ચાઇનાની ઝો યિંગ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો, પરંતુ તેને સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો.
ભાવિના વિશે શું કહ્યું હતું રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ?
રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભાવિના અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની દીકરીએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભાવીનાએ અમદાવાદમાં ટેબલ ટેનિસની ટ્રેનિંગ લીધી હતી. નાના ઘરમાં લોકડાઉન દરમિયાન એક રૂમને ભાવિનાએ પ્રેક્ટિસ રૂમમાં કન્વર્ટ કર્યો હતો. તેઓ ઓલમ્પિકમાં જતા પહેલા પણ તેજ રુમમાં પ્રેક્ટિસ કરતી હતી.
ઇટીવી ભારતની ભાવિના પટેલ સાથે વાત
1.દિલ્હી જવા રવાના
ETV Bharatએ જ્યારે ભાવિના પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેઓ ઉત્તર પ્રદેશના લખનૌમાં હતા. ત્યાંથી તેઓ અર્જુન એવોર્ડ મેળવવા દિલ્હી જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે, અર્જુન એવોર્ડમાં રાષ્ટ્રપતિના હસ્તે અર્જુનની ધનુષબાણ સાથેની એક કાંસાની પ્રતિમા અને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. અર્જુન એવોર્ડ 1961 માં સ્પોર્ટ્સના ક્ષેત્રમાં આપવાની શરૂઆત થઈ હતી.
2.અર્જુન એવોર્ડ મેળવવા પર ભાવિનાનો પ્રતિભાવ
ભાવિના પટેલે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, અર્જુન એવોર્ડ મળવા ઉપર તેઓ ખૂબ જ ખુશ છે. દરેક સ્પોર્ટ્સમેનની ઈચ્છા હોય છે કે, તેને અર્જુન એવોર્ડ મળે. આ તેના માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ છે.
3. આ સ્થાને પહોંચવામાં કુટુંબનો સાથ
પેરા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મેળવવો તે ફક્ત તેમને એકલાની જીત નથી, તેમાં સંપૂર્ણ કુટુંબનો સપોર્ટ રહ્યો છે. જેમાં તેમના પતિ નિકુલ પટેલ, તેમના કોચ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, અંધજન મંડળ અને તેઓ જ્યાં નોકરી કરે છે તેવા ESIC માંથી પણ તેમને આઠ મહિનાની રજા મળી હતી. આ ઉપરાંત મિત્રોએ પણ તેમનો જુસ્સો અને હિંમત વધારવાનું કાર્ય કર્યું હતું.
4. વડાપ્રધાનને આપ મળ્યા હતા હવે રાષ્ટ્રપતિને મળશો
ભવિનાએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિકમાં મેડલ જીતીને આવ્યા બાદ તેઓએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત લીધી હતી. ત્યારે વડાપ્રધાને તેમને 'જાયન્ટ કિલર' કહ્યું હતું. વડાપ્રધાને તેમની સાથે બધી જ વાત ગુજરાતીમાં કરી હતી. ભાવિનાને લાગ્યું હતું કે, તે પોતાના પરિવારના વ્યકતિ સાથે વાત કરી રહી છે.
5. કોઈ ગોલ્ડન વાત જે તમે જણાવવા ઇચ્છતા હોય ?
દેશમાં તમને પરિવારજનો, કોચ એમ દરેકનો સપોર્ટ હોય છે. પરંતુ જ્યારે વિદેશમાં તમે પ્રતિસ્પર્ધી ખિલાડીની સામે રમતમાં ઉતરો છો, ત્યારે ફક્ત તમે એકલા જ હોવ છો. ત્યારે કોઈપણ જાતના દબાણમાં આવ્યા વગર તમારે રમવાનું હોય છે. તમારું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે, તમારે ફક્ત તમારૂ બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું છે.
આ પણ વાંંચોઃ વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી
આ પણ વાંંચોઃ દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં વધારો, રાજકોટમાં ત્રણ દિવસમાં 8 કોરોનાના પોઝિટિવ કેસ