ETV Bharat / state

ભિક્ષુક AMCની સ્કોર્પિયો ચોરી કરીને જતા રહ્યો, કેવી રીતે પકડાયો જૂઓ - Scorpio Stealing From Arogya Bhavan

આરોગ્ય ભવનમાંથી AMCની સ્કોર્પિયોની ચોરી કરનાર (Scorpio Stealing From Arogya Bhavan) ચોર ઝડપાયો છે. આરોગ્ય ભવનમાં પાર્ક કરેલી સ્કોર્પિયો કારની ચોરીનો બનાવ બન્યો હતો જે CCTVમાં કેદ થયો હતો. (Amdavad Municipal Corporation Scorpio Stealing)

ભિક્ષુક AMCની સ્કોર્પિયો ચોરી કરીને જતા રહ્યો, કેવી રીતે પકડાયો જૂઓ

author img

By

Published : Dec 16, 2022, 9:15 PM IST

આરોગ્ય ભવનમાંથી AMCની સ્કોર્પિયોની ચોરી કરનાર ચોર ઝડપાયો

અમદાવાદ : શહેરના જમાલપુરમાં ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા અમદાવાદ (Ahmedabad Crime News) કોર્પોરેશનના આરોગ્ય ભવનમાંથી સરકારી ગાડીની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોગ્ય ભવનમાં પાર્ક કરેલી સ્કોર્પિયો કારની ચોરીની ઘટના બની હતી. જે ઘટનામાં CCTV સામે આવ્યા હતા. હેલ્થ ઓફિસરો માટે ફાળવેલી કારની ચોરી થતા ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. (Scorpio Stealing From Arogya Bhavan)

આ પણ વાંચો તસ્કરોનો કાળો ત્રાસ, શહેરમાં એક બાદ એક ટૂટે છે દુકાનોના તાળા

શું હતો સમગ્ર મામલો ગાયકવાડ હવેલી પોલીસે CCTV ફૂટેજ અને ટેકનીકલ એનાલીસીસના આધારે કારની ચોરી (AMC Scorpio Stealing) કરનાર સાહિલ મકસુદખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી હતી. આરોપી ભિક્ષુક હોવાથી આરોગ્ય ભવન પાસે બેસી રહેતો હતો અને રાતના સમયે ચોરીને અંજામ આપી કાર લઈને વડોદરા જઈ રહ્યો હતો. પરંતુ એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સ પર પહોંચતા તેની પાસે ટોલટેક્સ માટેના પૈસા ન હોવાથી કાર પાછી વાળી હતી. જે બાદ ચારથી પાંચ પ્રવાસીઓને ગાડીમાં બેસાડીને તેઓની પાસેથી પૈસા લઈને ટોલ ટેક્સ ભરીને વડોદરા ફરાર થઈ ગયો હતો. જે બાદ વડોદરાથી પરત ફરતા સમયે નડિયાદ પાસે પહોંચતા જ ગાડીમાં ડીઝલ ખલાસ થઈ જતા અને આરોપી પાસે પૈસા ન હોવાથી તે ત્યાં જ ગાડી મૂકીને પરત અમદાવાદ આવી ગયો હતો. (Theft in Ahmedabad Arogya Bhavan)

આ પણ વાંચો ટ્રકોમાંથી રિફાઈન્ડ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી નેટવર્કનો પર્દાફાશ, સુરત LCBએ 9 આરોપીની ધરપકડ કરી

પોલીસ તપાસ આ મામલે ગાયકવાડ હવેલી પોલીસના અધિકારીના ટેલિફોનિક વાતચીતમાં (Beggar stole AMC Scorpio) જણાવ્યા અનુસાર આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપી અગાઉ કોઈક પ્રકારના ગુનાને અંજામ આપ્યો છે કે, કેમ અને તેની સાથે આ કાર ચોરીના ગુનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. (Amdavad Municipal Corporation Scorpio Stealing)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.