ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીયેશન તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, કે પાછલા સાત મહિનાથી 17 બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ ખાલી છે. તમામ કેસની સુનાવણી એક માત્ર નોમીનીઝ દ્વારા કરવામાં આવી રહી છે. એટલું જ નહિ એપેલેટ ટ્રિબ્યુનલ તરીકે કાર્યરત ગુજરાત સ્ટેટ કો.ઓ ટ્રિબ્યુનલમાં પ્રમુખની અને 2 મેમ્બરોની જગ્યા ખાલી છે. સપ્ટેમ્બર મહિનમાં ત્રીજા સભ્ય રિટાયર્ડ થવા જઈ રહ્યાં છે.
નોમીનીઝ કોર્ટ સહકારી બેન્કો, ક્રેડીટ સોસાયટી, ખેતી વેંચાણ કેન્દ્ર સંઘ, મંડળીઓ, હાઉસિંગ સોસાયટી વગેરે સંબંધી બાબતોના કેસોની સુનાવણી કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ અકીલ કુરેશીના ચીફ જસ્ટીસ તરીકેની નિમણુંકના વિલંબ મુદે હાઈકોર્ટનો બાર એસોસીયેશન પણ 11મી ઓકટોબર એટલે કે શુક્રવારે કામકાજથી દુર રહે તેવી શક્ચતા છે.