બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન દિપેન દવેની આગેવાનીમાં શનિવારે યોજાયેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ 40 મુજબ સ્ટેટરોલ પર રજીસ્ટર્ડ વકીલ જો વેલ્ફેર સ્કીમની આ ફી ન ભરે તો તેને સસ્પેન્ડ કરવાની જોગવાઇના આધારે 6238 વકીલોને સસ્પેન્ડ કરાયા છે અને જો ભવિષ્યમાં ફી ભરી દેવામાં આવે તો નિયમ 42 હેઠળ સસ્પેનશન રદ કરી દેવામાં આવશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની શનિવારે યોજાયેલી બેઠકમાં 52 જેટલા ધારાશાસ્ત્રીઓએ આ કાર્ય માટે 15 લાખ રૂપિયાનો ફાળો આપ્યો હતો. જે વકીલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ વેબસાઈટ પર મુકવામાં આવશે.