અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગેરકાયદે વિદેશ જવાનો પ્રયાસ કરનાર બાંગ્લાદેશી યુવકની પોલીસે ધરપકડ કરી છે. ઈમિગ્રેશન ઓફિસરે મુસાફરનો પાસપોર્ટ જોતા પર શંકા પર લાગતા વધુ પૂછપરછ કરી હતી.
ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ: પહેલી ફેબ્રુઆરી 2023ના રોજ રાતના સમયે ઇમિગ્રેશન ઓફિસર ઉમેશ દેશમુખ ફરજ પર હાજર હતા. તે દરમિયાન ઇમિગ્રેશન કાઉન્ટર નંબર ફરજ બજાવતા દિનેશકુમાર મીણા એક મુસાફર લઈને આવ્યા હતા અને જણાવ્યું હતું કે અમદાવાદથી દુબઈ જતી indigo ફ્લાઈટના પેસેન્જરનું કાઉન્ટર ક્લિયરિંગ કરતાં સમયે બોર્ડિંગ પાસ ઇમિગ્રેશન માટે જોતા તે મુસાફર કલકત્તાનો હોય અને તેનું નામ બૈધ્ય સાજિબ લખેલુ હતું. તેમાં કલકત્તાનું સરનામું લખ્યું હોવાથી અને મુસાફરને કલકત્તાથી દુબઈ જવા બાબતે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ ન આપ્યો હતો.
6 વર્ષ પહેલા ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ: ઈમિગ્રેશન ઓફિસરે મુસાફરનો પાસપોર્ટ જોતા મુસાફર પર શંકા પર લાગતા વધુ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજનચંદ્ર શ્યામલચંદ્ર સરકાર હોવાનું અને તે બાંગ્લાદેશનો હોવાનું જણાવ્યું હતું. મુસાફર પોતે 6 વર્ષ પહેલા બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દસ વર્ષ પહેલાં ભારત આવ્યો હતો ત્યારે ભારતનો જન્મનો દાખલો આપ્યો હતો. જન્મનો દાખલો મેળવી રાજનચંદ્રએ ભારતીય ડોક્યુમેન્ટ કઢાવવા માટે તે જન્મના દાખલાનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: Visa Agent Firing in Kalol : અમેરિકા ગેરકાયદે લઈ જતાં એજન્ટે પરિવાર પર કર્યું ફાયરિંગ, એક એજન્ટની ધરપકડ
મુસાફર પર શંકા જતાં પૂછપરછ:જેના થકી આરોપીએ પોતાના નામથી આધારકાર્ડ બનાવ્યું હતું અને આધારકાર્ડ મારફતે ભારતીય પાસપોર્ટ કઢાવ્યું હતું. આરોપીને દુબઈ જવાનું હોવાથી દુબઈના ટુરિસ્ટ વિઝા કરાવ્યા હતા. જેથી આ સમગ્ર મામલે ઈમીગ્રેશન ઓફિસરે મુસાફરના જન્મના દાખલા માંગતા તેણે પોતાના ફોનમાં બાંગ્લાદેશનો જન્મ દાખલો બતાવ્યો હતો. જેથી આ સમગ્ર મામલે મળી આવેલા મુસાફર સામે ઇમિગ્રેશન ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપી સામે નોંધાયો ગુનો: આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471 અને 114 તેમજ પાસપોર્ટ અધિનિયમ 12(2) ની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Vadodara Crime : વિદેશ જવાના શોખની માટે લાલબત્તી, એજન્ટ બની 55 લાખની ઠગાઇ કરતો પકડાયો
એસઓજી દ્વારા આગળની તપાસ કરાશે: આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ રશ્મિન દેસાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ઈમિગ્રેશન ઓફિસરની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડીને એસઓજીને સોંપવામાં આવ્યો છે. એસઓજી દ્વારા આગળની તપાસ કરવામાં આવશે.