બનાસકાંઠાઃ પાકિસ્તાનના 1965 અને 1971 ના યુદ્ધમાં સેનાને મદદ કરી પાકિસ્તાન પર જીત મેળવી પાકનો હિસ્સો કબજે કરવામાં જેનો સિંહફાળો હતો. તે બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારી ઉર્ફે પગીને આજે પણ લોકો યાદ કરે છે. હવે ધોરણ-7ના અભ્યાસક્રમમાં રણછોડભાઈ રબારીનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ થતા તેમના પરિવાર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકો ખુશી અનુભવી રહ્યા છે. રણછોડભાઇ રબારી ઉર્ફે પગી. પગી નામથી ઓળખાતા રણછોડ રબારીનો જન્મ અંદાજે 1910 આસપાસ વાવ તાલુકાનાં વાસરડા ગામમાં થયો હતો.
![Banaskantha News: લડવૈયા પગીના નામે હવે પાઠ્યપુસ્તકમાં લેસન, જીવનચરિત્ર ઉમેરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bnk-03-01-may-ranchhodpagi-avb-gj10083_01052023203222_0105f_1682953342_340.jpg)
કોણ છે પગીઃ રણછોડભાઈનાં પિતાનું નામ સવાભાઈ રબારી હતું. તેઓની નાની ઉંમર પીતા સવાભાઈ મૃત્યુ પામ્યા હતાં. તેઓ ભણવા માટે ગયા જ ન હતાં. જેથી એતો અભણ રહ્યાં હતાં. રણછોડભાઈને ત્રણ ભાઈ હતા. એમાંથી તેઓ બીજા નંબરના હતા. સમય જતા રણછોડભાઈના લગ્ન થયા અને તેમને બે દીકરી અને બે દીકરા છે. રણછોડભાઈને ત્યાં 500 ઘેટાં અને 10 જોડી બળદ હતા. ગાયો હતી. જેથી તેઓ જાગીરદાર ગણાતા હતા. પશુઓ ચરાવવા માટે પાકિસ્તામાં સિંધ પ્રાંતમાં જતા હતા. ત્યાં તેઓ 30 વર્ષ સુધી રહ્યા ત્યારબાદ ત્યાં પાકિસ્તાની સેનાનો ત્રાસ વધતા તેઓ પાછા ભારત આવી ગયા હતા.
![Banaskantha News: લડવૈયા પગીના નામે હવે પાઠ્યપુસ્તકમાં લેસન, જીવનચરિત્ર ઉમેરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bnk-03-01-may-ranchhodpagi-avb-gj10083_01052023203222_0105f_1682953342_390.jpg)
પોલીસને બાંધી દીધીઃ રણછોડભાઈ પાકિસ્તાન રહેતા હતા. ત્યાં પાકિસ્તાની સેનાનો ત્રાસ વધતા તેઓ ત્રણ પાકિસ્તાની પોલીસને બાંધી અને બંદૂક લઇ ભારત આવી ગયા હતા. તેમની જે બંદૂક હતી. તે માવસરી પોલીસ મથકમાં જમાં કરાવી હતી. તમામ ઘટનાની વાત માવસરી પોલીસને કરી હતી. ત્યારબાદ તેઓ મોસાળ લિંબાળા ગામમાં આવી ગયા હતા. પગ ઓળખવાની શક્તિના કારણે તેમને લિંબાળા ગામમાં આઠઆનાના પગારમાં ચોકીદાર તરીકે રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ એટલાં વિસ્તારનાના ચોર પકડી આપતા હતા. પોલીસ તેમને મદદ માટે લઈ જતી હતી.
વિઘાકોટ કેન્દ્રઃ વર્ષ 1961માં રણછોડભાઈ સેનાની સાથે સૂઇગામથી કચ્છના વિધાકોટ જવા માટે 800 ગાડી પાણીના ટેન્કર સાથે નીકળ્યા હતા અને નડાબેટ થી વિધાકોટ જવા માટે સાંજે નીકળ્યા હતા અને સવાર સુધીમાં ત્યાં પહોંચી ગયા હતા ત્યાં પાકિસ્તાની માણસો ક્યાં હતા તે તમામ માહિતી આપી હતી અને ત્યાં યુદ્ધમાં ભારતે જીત મેળવી હતી. 1971માં પાકિસ્તાની સામે યુદ્ધ થયું. તે સમયે નડાબેટથી કબજો અપાયો હતો. દારૂગોળો ખૂટતા રણછોડભાઈએ ઊંટ પર દારૂગોળો પહોંચાડ્યો હતો અને મદદ કરી હતી.
આ પણ વાંચોઃ Weather Forecast: રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદનું એલર્ટ
ઇનામ જાહેરઃ રણછોડભાઈ પગી પાકિસ્તાનમાં રહેતા હતા. એટલા માટે તે પાકિસ્તાનનું બધું જાણતા હતા. તેથી તેઓએ ભારતની સેનાને પાકિસ્તાનની સેના સામે લડવામાં મદદ કરી હતી. પાકિસ્તાને રણછોડભાઈને મરેલા કે જીવતા પકડી લાવનારને રૂપિયા 50,000 નું ઇનામ જાહેર કર્યું હતું. રણછોડ પગીએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. તેની આ કામગીરીથી ખુશ થઈને અનેકવાર તેમને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફિલ્મમાં ઉલ્લેખઃ આવા વીર બહાદુર સપૂત પર અગાઉ બોલીવુડ દ્વારા હિન્દી ફિલ્મ બનાવવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા તેમના જીવન ચરિત્ર પર તેમનું સ્થાન પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે. આગામી સમયમાં ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાં ગુજરાતી વિષયમાં સાતમા પાઠ તરીકે રણછોડભાઈ રબારીના જીવન ચરિત્ર પર પાઠ આપવામાં આવે છે. જેને લઇ રણછોડભાઈ રબારીના પરિવારમાં ખુશી જોવા મળી હતી. પરિવારનું માનવું છે કે, તેમના પિતાએ ભારત દેશને અનેકવાર જે માન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાનામાં નાનું બાળક રણછોડભાઈ રબારીના જીવન વિશે જાણતું થાય તે માટે આજે જે ધોરણ સાતના પુસ્તકમાં તેમના જીવન ચરિત્ર વિશે જે પાઠ લખવામાં આવે છે. તેને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી જોવા મળી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Fire Station: સાઉથ બોપલમાં તૈયાર થયું નવું ફાયર સ્ટેશન
પૌત્ર સાથેની વાતઃ અનિલભાઈ કહે છે કે, રણછોડ દાદા મારા દાદા છે. જે ભારતના જ્યારે ભાગલા પડ્યા ત્યારે અમારા દાદા ગુજરાતની અંદર બનાસકાંઠાના લિંબાળા ગામમાં આવીને રહ્યાં હતાં. પછી ત્રણેય ભાઈ પાછા પાકિસ્તાન ગયા. ત્યાં થોડી વસ્તુઓ જે પશુપાલનને બધું રહી ગયું હતું. પછી ત્યાંના આર્મીને ખદેડીને ફરી પાછા આવી ગયા અને ફરી મારા દાદાએ ટાઇમે ફરી ગુજરાત પોલીસની અંદર પગી તરીકે જોઈન્ટ થયા. પછી બીએસએફનો ઉપયોગ કર્યો.