અમદાવાદ સમગ્ર દેશમાં ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'પઠાન'નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ વિરોધનો રેલો અમદાવાદ પહોંચ્યો છે. શહેરના આલ્ફા વન મોલમાં આ ફિલ્મના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેવામાં બજરંગ દળના (Bajrang Dal protest for Pathan Film in Ahmedabad) કાર્યકર્તાઓએ મોલમાં (Ahmedabad Alpha One Mall) પહોંચીને આ ફિલ્મના પોસ્ટર ફાડી વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે ફિલ્મના પોસ્ટર પર લાત અને મુક્કા માર્યા હતા.
બજરંગ દળના કાર્યકર્તાઓનો વિરોધ મોલમાં (Ahmedabad Alpha One Mall) વિરોધ કરનારા તમામ કાર્યકર્તાઓ બજરંગ દળના (Bajrang Dal protest for Pathan Film in Ahmedabad) હતા. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને થોડા સમય માટે તેમની અટકાયત કરી હતી. જોકે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. બીજી તરફ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે કહ્યું હતું કે, બજરંગ દળના કાર્યકરોને ખબર પડી કે ફિલ્મ પઠાણના પોસ્ટર થિયેટરમાં લગાવવામાં આવ્યા છે. તેથી તેઓ અહીં પહોંચ્યા ને વિરોધ કર્યો હતો. તેઓ નથી ઈચ્છતા કે, ફિલ્મ થિએટરોમાં રિલીઝ થાય અને પોલીસે તેમને કસ્ટડીમાં લીધા.
આ પણ વાંચો સુરતમાં પઠાણનો વિરોધ, ખાનનું પૂતળુ સળગાવીને મામલતદારને આવેદનપત્ર આપ્યું
5-6 લોકોની અટકાયત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના (Vatrapur Police Station) ઈન્સ્પેક્ટર જે. કે. ડાંગરે જણાવ્યું હતું કે, બજરંગ દળના (Bajrang Dal protest for Pathan Film in Ahmedabad) લગભગ 10-12 લોકો વસ્ત્રાપુરના આલ્ફા વન મોલના (Ahmedabad Alpha One Mall) થિયેટરમાં પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડવા ગયા હતા. તેમણે ફિલ્મના પોસ્ટરો ફાડી નાખ્યા, લાત મારી અને મૂક્કા માર્યા અને તેમના પર પગ મૂક્યો હતો. ત્યારબાદ તેઓ બહાર આવ્યા હતા અને ફિલ્મની રિલીઝના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. અમે તેમાંથી 5-6ની અટકાયત કરી અને લગભગ દોઢ કલાક પછી તેમને છોડી મુક્યા હતા.
આ પણ વાંચો ફિલ્મ 'પઠાણ' વિવાદ: સુરતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન
કોઈ પોલીસ ફરિયાદ નહીં PIએ (Vatrapur Police Station) જણાવ્યું હતું કે, સિનેમા ગૃહ દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન, દિપીકા પાદૂકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ દેશભરમાં રિલીઝ થવાની છે.
સુરતમાં થયો હતો વિરોધ આ પહેલા સુરતમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા પઠાન ફિલ્મનો વિરોધ (Pathan Movie Protest in Surat) કરવામાં આવ્યો હતો. અહીં પણ એક થિએટરમાંથી ફિલ્મના પોસ્ટર હટાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત કામરેજ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પૂતળાનું દહન પણ કર્યું હતું. બીજી તરફ દેશના વિવિધ રાજ્યોમાં પણ પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા જ્યારે ફિલ્મનું ગીત 'બેશર્મ રંગ' આવ્યું હતું. ત્યારે પણ વિવાદનો વંટોળ જોવા મળ્યો હતો.