અમદાવાદ: બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 10 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર 29 અને 30 તારીખે યોજાવવાનો હોય તેને લઈને આયોજક દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જોકે જગ્યાની ક્ષમતા જોઈને આયોજક અને પોલીસ મુંઝવણમાં મુકાયા છે. માત્ર 2-3 હજાર લોકો બેસી શકે તેવી જગ્યા છે જ્યારે આવનાર લોકોની સંખ્યા આના કરતા 10 ગણી થઈ શકે છે.
માત્ર પાસ ધારકોને જ એન્ટ્રી: આયોજક દ્વારા માત્ર પાસ થકી જ ભક્તોને પ્રવેશ આપવા દેવાનો નિર્ણય કરાયો હતો અને દિવ્ય દરબાર સ્થળે જ પાસ વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. આયોજક દ્વારા 5 હજાર જેટલા પાસ તૈયાર કરાયા છે જેમાંથી 50 ટકાથી વધુ પાસ વિતરણ થઈ ચૂક્યા છે. સવારે 6 વાગેથી લોકો સભા સ્થળે લાઇન લગાવીને પાસ લેવા માટે હાજર રહ્યા હોય આયોજક દ્વારા લિમિટેડ લોકોને જ કાર્યક્રમમાં પ્રવેશ આપવા દેવાનો નિર્ણય કરાયો છે.
1500 જેટલા બાઉન્સર અને સ્વયં સેવકો ખડેપગે: તેવામાં આ કાર્યક્રમના હજારોની સંખ્યામા લોકો આવી શકે તેવી શકયતા નકારી શકાય તેમ નથી તેવામાં આયોજક દ્વારા દિવ્ય દરબાર યોજાય તે દિવસે 1500 જેટલા બાઉન્સર અને સ્વયં સેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમ સ્થળની પહેરેબંધી કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે બાબા બાગેશ્વર સુરત અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ ગાંધીનગરમાં દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહેવાના હોય અને અગાઉ વટવા અને સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ જતા આવનાર દિવસોમાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.