ETV Bharat / state

Baba Bageshwar Dham in Ahmedabad : બાબા બાગેશ્વર ધામના પોસ્ટર લગાવવા માટે 200 જગ્યાની મંજૂરી અપાઇ - અમદાવાદ કોર્પોરેશન

અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારને લઇને નવા સમાચાર સામે આપ્યાં છે. બાબા બાગેશ્વર ધામના કાર્યક્રમના પોસ્ટર્સ લગાવવા માટે 200 જગ્યાની અમદાવાદ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

Baba Bageshwar Dham in Ahmedabad : બાબા બાગેશ્વર ધામના પોસ્ટર લગાવવા માટે 200 જગ્યાની મંજૂરી અપાઇ

author img

By

Published : May 18, 2023, 9:41 PM IST

આમંત્રણ મળશે તો સ્વીકાર થશે

અમદાવાદ : અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેા શહેરભરમાં લોકો સુધી વાત પહોંચાડવા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે બાબા બાગેશ્વર ધામના પોસ્ટર લગાવવા માટે 200 જગ્યાની મંજૂરી અપાઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દિવ્ય દરબાર કાર્યક્રમ માટે ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટરો લગાવવાની મંજૂરી આપવા સાથે કાર્યક્રમને લગતી જે પણ જરૂરિયાત હશે તે પુરી ટાળવાની તૈયારી પણ દર્શાવી છે.

આમંત્રણ અપાશે તો સ્વીકાર થશે : તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાબા બાગેશ્વર ધામ સરકારનો આગામી દિવસમાં અમદાવાદ શહેરમાં દિવ્ય દરબારનું આયોજન છે. જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. પણ જો આમંત્રણ આપવામાં આવશે તો તેમના આમંત્રણનો સ્વીકાર કરવામાં આવશે. હજુ સુધી કોઈપણ પ્રકારે કોર્પોરેશનનો સંપર્ક કરવામાં આવ્યો નથી. હાલમાં તેમને માત્ર તેમના પોસ્ટર લગાવવા માટે મજૂરી માંગી હતી તેની મંજૂરી આપવામાં આવી છે.

બાગેશ્વર ધામ સરકાર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે રાધિકા સેવા સમિતિ દ્વારા તેમના પોસ્ટર લગાવવા માટે જગયકની મંજૂરી માગવામાં આવી હતી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા તને 200 જગ્યા પર પોસ્ટર લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈપણ પ્રકારની મદદની જરૂર હશે તો પણ સેવા પૂરી પાડવામાં આવશે...હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

2 દિવસનો છે કાર્યક્રમ : ઉલ્લેખનીય છે કે તારીખ 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરી ખાતે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય દરબારમાં બે લાખથી પણ વધુ લોકો આવી શકે છે. જેને ધ્યાનમાં લઈને રાધિકા સેવા સમિતિ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત રાધિકા સેવા સમિતિ દ્વારા સ્પેશિયલ એક હજારથી પણ વધુ બોડીગાર્ડ રખાશે. બાબા બાગેશ્વરને રહેવા માટે ખાસ એક સ્પેશિયલ મકાન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તેમની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.

મહિનાના અંતમાં છે કાર્યક્રમ : બાબા બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદ ચાણક્યપુરી સેકટર 6મા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના રાજકોટ, સુરતમાં પણ દિવ્ય દરબાર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. બાબા બાગેશ્વરના પ્રશંસકો દ્વારા તેમના આગમન પૂર્વે ઘણા ઉત્સાહથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજીતરફ બાબા બાગેશ્વર ધામને અલગ અલગ શહેરમાંથી ચેલેન્જ પણ આપવામાં આવી રહી છે.

  1. Bageshwar Baba: બાગેશ્વર બાબાને રનવે સુધી છોડવા માટે ઉમટી ભક્તોની ભીડ, જુઓ વીડિયો
  2. Baba Bageshwar Dham in Surat : સુરતમાં દિવ્ય દરબાર કાર્યક્રમમાં એસી કુલરની સુવિધાઓ સાથે અન્ય વ્યવસ્થા શું થઇ જૂઓ
  3. Dhirendra Shastri : સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને વિવાદ, દરબાર રદ કરવાની અરજી કલેકટરને

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.