અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેતા બાબા બાગેશ્વર એટલે કે ધરેન્દ્ર શાસ્ત્રીજીના દિવ્ય દરબારનું આયીજન કરવામાં આયોજન અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. દિવ્ય દરબારને લઈને ગુજરાતમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પણ બાબા બાગેશ્વરને સ્પોર્ટ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ અને RSS પર ચૂંટણી પહેલા આવા બાબાને આગળ કરીને લોકોનું ધ્યાન ભટકવાનું પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસનો સવાલ: કોંગ્રેસ પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. બીજી બાજુ ભાજપ સરકાર ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત 'બાબા'ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા અન્ના હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી હતી. 2014માં લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપે સત્તા મેળવી હતી.
'લોકસભા 2014 અને 2019 પછી 10 વર્ષના સત્તામાં રહેનાર ભાજપ સરકારે અનેક વચન જનતાને આપ્યા હતા. તે વચનો પુરા કેમ કરવામાં નથી આવ્યા તેના જવાબ ના હોવાના કારણે ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે 'બાબા'ઓ 'દિવ્ય દરબાર' આયોજન થઈ રહ્યા છે. 'બાબા'ની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે. તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસનો વિષય છે.' -ડૉ મનીષ દોશી, કોંગ્રેસ પ્રવક્તા
બાબા બાગેશ્વર સામે પ્રશ્નો: વધુમાં જણાવ્યું હતું કે બાબા બાગેશ્વર દિવ્ય દરબારમાં ગુજરાતના નાગરિકો ઉપર કૃપા કરે તેવી માંગ કરી હતી કે ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને પરવડે તેવી ફીમાં ગુણવત્તા સાથે શિક્ષણ ક્યારે મળશે? સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 32000 શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો. આ ઉપરાંત ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડના ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે? તે આપ દિવ્ય દરબારમાં જણાવી ગુજરાતના લાખો યુવાનો પર કૃપા કરશો.જેવા અનેક સવાલો બાબા બાગેશ્વર સામે મુકવામાં આવ્યા હતા.