ETV Bharat / state

અમદાવાદમાં કામની ચકાસણી કરવા ગયેલા મહિલા કોર્પોરેટર પર હુમલો થતા ચકચાર - શાહીબાગ પોલીસ સ્ટેશન

અમદાવાદ: રાજ્યના મેટ્રો સીટીસમાં ગુનાખોરીના પ્રમાણમાં વધારો થયો છે, ત્યારે શહેરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અસારવા વિસ્તારના મહિલા કોર્પોરેટર સુમન રાજપુત પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ બાબતે સુમન રાજપૂતને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. જેની સુમન રાજપુતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અમદાવાદમાં મહિલા કોર્પોરેટર પર હુમલો થતાં ચકચાર
author img

By

Published : Sep 13, 2019, 11:01 PM IST

અમદાવાદમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે, ત્યારે હવે આ બાબતે કોર્પોરેટરો પણ બાકી રહ્યા નથી. શહેરના અસારવા વિસ્તારના મહિલા કોર્પોરેટર સુમન રાજપુત ચમનપુરા નજીકા આવેલી એક ચાલીમાં કે જ્યાં પત્થર લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ચકાસણી કરવા પહોંચ્યા હતા. જે બાદ પરત ફરતી વખતે લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. જે દરમિયાન ભોલુ પટણી નામના શખ્સે અચાનક આવીને તેમના વાળ ખેંચી જમીન પર પટક્યા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં સુમન રાજપુતને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. સુમન રાજપુતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ મામલે પોલીસે શોધખોળ કરીને આરોપીની ધરપકડ કરી છે અને શા માટે હુમલો કર્યો છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અમદાવાદમાં કામની ચકાસણી કરવા ગયેલા મહિલા કોર્પોરેટર પર હુમલો થતાં ચકચાર

Intro:અમદાવાદ: અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અસારવા વિસ્તારના મહિલા કોર્પોરેટર સુમન રાજપૂત પર એક શખ્શે હુમલો કર્યો હતો જેમાં સુમન રાજપૂતને સામાન્ય ઈજા પહોંચી હતી. જે અંગે સુમન રાજપૂત શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી..Body:બનાવની વિગત વાર વાત કરીએ તો અસારવા વિસ્તારના મહિલા કોર્પોરેટર સુમન રાજપૂત ચમનપુરા પાસે આવેલ એક ચાલીમાં પથ્થર લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ચકાસણી કરવા ગયા હતા. જે બાદ પરત ફરતા સમયે લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન માં ભોલું પટણી નામના ઇસમે અચાનક આવીને તેમના વાળ ખેંચી લીધા હતા અને જમીન પર પટકી દીધા હતા.. જેમાં સુમન રાજપૂતને સામાન્ય ઇજા પહોંચી હતી.અંગે સુમન રાજપૂતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સની ધરપકડ કરીને જેલહવાલે કર્યો હતો.આ આરોપીએ શા માટે હુમલો કર્યો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બાઈટ- જે.કે.ઝાલા(એફ- ડિવિઝન- એસીપી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.