બ્રાઉન સુગરના રેકેટનો પર્દાફાશ કરવા ATS સક્રિય થયું છે. ત્યારે ATS 28 જુલાઈએ માંડવીથી 2 કિમી દૂર બાઈક પર બે શખ્સોને 1 કિલો બ્રાઉન સુગર સાથે આરોપીની ધરપકડ કરી હતી.જેની કિંમત 1,00,00,0 રૂપિયાના છે. આરોપીએ રિમાન્ડ દરમિયાન ઈમરાન અબ્દુલ કાદર મણિયાર નામના ઈસમને 1 કિલો બ્રાઉન સુગર વેચવા આપ્યુ હોવાનુ સામે આવ્યું હતુ. જો કે આ બાદ ATSએ માંડવી ભાગા રોડ, મસ્કા પાણીની ટાંકી પાસેથી વધુ એક કિલો બ્રાઉન સુગર સાથે ઈમરાન અબ્દુલ કાદરની ધરપકડ કરી હતી.
આ મામલે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે અંગે ATS દ્વારા તપાસ ચાલી રહી છે.