ETV Bharat / state

Gujarat ATS: આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા વધુ 3 બાંગ્લાદેશીની ATS એ કરી ધરપકડ - મુન્નાખાન અને આકાશખાન સોજિબમિયાંના સાગરીત

અલ કાયદા સંગઠન સાથે જોડાયેલા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગુજરાત ATSએ વધુ બે લોકોની ધરપકડ કરી છે. તેમાં બાંગ્લાદેશના મુન્નાખાન અને આકાશખાનની ધરપકડ કરવામાં આવી છે. મુન્નાખાન અને આકાશખાન સોજિબમિયાંના સાગરીત છે.

ats-arrested-3-more-bangladeshis-belonging-to-terrorist-organization-al-qaeda
ats-arrested-3-more-bangladeshis-belonging-to-terrorist-organization-al-qaedag-to-terrorist-organization-al-qaeda
author img

By

Published : May 23, 2023, 9:36 PM IST

અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે અમદાવાદના નારોલમાંથી ઝડપેલાં બાંગ્લાદેશી યુવકની તપાસમાં વધુ બે આરોપીઓને અટકાયત બાદ ધરપકડ કરી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન અલ- કાયદાના સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહીને અલ કાયદાનો પ્રચાર પ્રસાર તેમજ તેના માટે ફંડ એકત્રિત કરવા મામલે ગુજરાત એટીએસની ટીમે નારોલ અને ઓઢવમાંથી અમુક શખ્સોની અટકાયત કરી હતી. તેમાંથી કુલ એક આરોપીની સોમવારે જ્યારે અન્ય 3 આરોપીઓની એટીએસએ પૂછપરછ બાદ ધરપકડ કરી છે.

વધુ બે આરોપીઓને ધરપકડ: પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમને ચાર બાંગ્લાદેશી શખ્સો જેમાં સોજીબમીયા, આકાશખાન, મુન્ના ખાન તેમજ અબ્દુલ લતીબ અંગે ગુપ્ત માહિતી મળી હતી અને આ અંગે તેઓને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સોજીબમિયાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી યુવકો જેમાં મુન્ના ખાલિદ અન્સારી ઉર્ફે મુન્નાખાન, અઝરૂલ ઇસ્લામ અન્સારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન સાથે સંપર્કમાં હતો, જે ત્રણેય પણ આતંકવાદી સંગઠન અલ કાયદાના સભ્યો હોય અને પ્રવૃત્તિઓમાં સામેલ હોય જેથી ગુનામાં સામેલ મુન્નાખાન અને આકાશ ખાનને ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી યુપી પોલીસની મદદથી એટીએસની ટીમે પકડી પાડ્યા છે.

કાલુપુર વિસ્તારમાંથી ધરપકડ: આ ઉપરાંત અલ કાયદાનો સભ્ય મોમીનુલ ઉર્ફે અબ્દુલ લતીફ જે આ મોડ્યુલના આરોપીઓ દ્વારા પ્રોત્સાહિત થઈને તાજેતરમાં જ ભારતમાં બાંગ્લાદેશથી આવ્યો હોય તેને પણ કાલુપુર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું કે આ મોડ્યુલના સભ્યો ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ કાયદાની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરવા અન્ય યુવાનોની સહાનુભૂતિ મેળવી તેમની આતંકવાદી સંગઠનમાં ભરતી કરવા તેમજ ભંડોળ એકત્ર કરી તેમના હેન્ડલરને મોકલવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ તમામ ઈસમો પોતાની મૂળ ઓળખ તથા પ્રવૃત્તિઓ છુપાવી રાખવા કોમ્યુનિકેશન માટે ઈન્ક્રીપ્ટેડ ચેટ એપ્લિકેશન, TOR, VPN નો ઉપયોગ કરી રહ્યા હતા.

હવાલાથી અલ કાયદાને પહોંચાડતા નાણા: વધુ તપાસમાં અઝરૂલ ઇસ્લામ અન્સારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશ ખાન તેમજ મુન્ના ખાન બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ ધરાવતા હોય અને ભારતીય બેન્કોમાં ખોટી ઓળખના આધારે બેન્ક એકાઉન્ટ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ મોડ્યુલના સભ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પૈસા આકાશ ખાન દ્વારા બેંક ટ્રાન્જેક્શન તેમજ હવાલાના માધ્યમથી બાંગ્લાદેશ ખાતે અલ કાયદાની પ્રવૃત્તિઓ માટે મોકલવામાં આવતા હોવાની હકીકત સામે આવી છે. આ મામલે ગુજરાત ATS ની ટીમે ગુનામાં સામેલ ચારે આરોપીઓને ઝડપી તેઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.

  1. Gujarat ATS: ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો કર્યો પર્દાફાશ, ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું
  2. Drugs: ગુજરાત ATS, દિલ્હી NCB અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું જોઈન્ટ ઓપરેશન, 214 કરોડના ડ્રગ્સ અને નાઇઝીરિયનની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.