- કૌભાડી ઝહિર રાણાની કરાઈ ધરપકડ
- એલસિબ્રીજ પોલીસે 6 વર્ષ અગાઉના ગુનામાં કરી ધરપકડ
- અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કૌભાંડ આચર્યાં
- ડુપ્લેક્ષની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરી હતી
અમદાવાદઃ એક કા તીનના કૌભાંડી ઝહિર રાણાની વાતોમાં ફસાઈને અનેક લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવી છે. આવા જ એક પરિવારના ત્રણ સભ્યોને લક્ઝુરિયસ ડુપલેકક્ષ બતાવીને લાખો રૂપિયાની ઠગાઇ ઝહિર રાણાએ કરી હતી. પાલડીમાં રહેતા જનકસિંહ પરમારનો સંપર્ક 2012માં ઝહિર રાણા તથા સૌરભ એમ.નાંયગાંવકર સાથે થયો હતો. ઝહિર અને સૌરભે તેમની નારોલમાં શાંતિ ડેવલોપર્સના નામે લક્ઝરી ડુપ્લેક્સની સ્કિમ હોવાનું તથા ભવિષ્યમાં તેના સારા પૈસા મળશે, એવી લાલચ આપી હતી. જેથી જનકસિંહે પોતાની પત્ની અને ભત્રીજા સહિત ત્રણ ડુપ્લેક્સ નોંધાવી કુલ રૂપિયા 24 લાખ આરોપીઓને આપ્યા હતા. આ દરમિયાન જનકસિંહને જાણવા મળ્યું હતું કે, લોકો સાથે છેતરપિંડીના કેસમાં ઝહિર રાણા વોન્ટેડ છે. આ ઉપરાંત આરોપીઓએ શાંતિ લક્ઝુરિયસ ડુપ્લેક્સના ખોટા બેનરો છપાવીને તેનો દુરૂપયોગ કરી છેતરપિંડી કરી છે.
છેતરપિંડી કર્યા બાદ જાનથી મારી નાખવાની આપી હતી ધમકી
છેતરપિંડી થયા બાદ જનકસિંહે સૌરભ નાયગાંવકરનો સંપર્ક કરતા તેમણે પૈસા પરત કરી દેવાની ખાતરી આપી હતી. જો કે, તેમણે જનકસિંહને અન્ય મેમ્બરોને જાણ કરશે તો મુંબઈથી સોપારી અપાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે જનકસિંહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જો કે, બાદમાં આરોપી સૌરભે આત્મહત્યા કરી લીધી હતી અને કૌભાંડી ઝહિર રાણા ફરાર થઈ ગયો હતો.
ઝહિર રાણાની પૂછપરછ
કૌભાંડી ઝહિર રાણાની હાલ CID વડોદરાથી કસ્ટડી લઈને તેને એલીસબ્રીજ પોલીસને સોંપ્યો છે. અને એલીસબ્રીજ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે.