- સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે ગુજરાતી વૈજ્ઞાનિક નિલેશ દેસાઈની નિમણૂક
- મૂળ નવસારીના વતની નિલેશ દેસાઈ
- SAC માં 35 વર્ષથી કરે છે કાર્ય
અમદાવાદ : સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે નિલેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા આ નિમણૂક કરાઇ છે.
અગાઉ બે ગુજરાતી વૈજ્ઞાનિક SAC ના ડિરેક્ટર રહી ચૂક્યા છે
નિલેશ દેસાઈ મૂળ નવસારીના વતની એવા ગુજરાતી વૈજ્ઞાનિક છે. તેઓ વર્ષોથી સ્પેસ એપ્લિકેશન સેન્ટર સાથે સંકળાયેલા છે. તેઓ ડિરેક્ટર ડી.કે. દાસનું સ્થાન લેશે. તેવો હાલ એસોસિએટ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. આ અગાઉ SAC માં વિક્રમ સારાભાઈ અને પ્રોફેસર પી.વી. ભાવસાર એમ બે ગુજરાતી ડિરેક્ટરો રહી ચૂક્યા છે.
નિલેશ દેસાઈ રડાર ટેક્નોલોજીમાં નિપુણ
SAC એ ઈસરોની મહત્વની સંસ્થા છે. ઉપગ્રહ બનાવવામાં આ સંસ્થા મહત્વનો ભાગ ભજવે છે. નિલેશ દેસાઈ રડાર ટેકનોલોજી બનાવવામાં નિપુણ છે. તેઓ 35 વર્ષથી SAC માં કાર્ય કરી રહ્યા છે.