અમદાવાદ: રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડની કમિટી ચેરમેન અને ડે.મેયરની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા તરીકે અમદાવાદ શહેરની ગણતરી થાય છે. અમદાવાદમાં અઢી વર્ષની ટર્મ માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની નિમણૂક કરવામાં આવી છે. જેમાં બોડકદેવ વોર્ડના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યારે હવે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કંપનીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા: અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગભાઈ જીતેન્દ્રભાઈ દાણીની નિમણૂક કરવામાં આવી છે. તેમને અભ્યાસમાં માસ્ટર ઓફ સાયન્સ તેમજ બેચરલ ઓફ એજ્યુકેશનની ડીગ્રી પ્રાપ્ત કરી છે. દેવાંગ દાણી 1987 થી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા. ભારતીય જનતા પાર્ટી માટે સતત પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. દેવાંગ દાણી 1987 માં ભારતીય જનતા પાર્ટી વસ્ત્રાપુરથી તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમને વસ્ત્રાપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. 1987 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વિવિધ જવાબદારી સંભાળી હતી. 1987 થી 2000 સુધી સમયગાળામાં પણ તેમને પાર્ટીએ ખૂબ મહત્વની જવાબદારી સોંપી હતી. આજ સમયગાળા દરમિયાન દાતા, ભરૂચ, રાધનપુર જેવા વિસ્તારની અંદર ઇલેક્શનમાં ચૂંટણીની જવાબદારી સોંપી હતી.

વધુ મતથી વિજય: દેવાંગ દાણી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમને પાર્ટી માટે અનેક કામો પણ કર્યા છે. 2000 ની સાલમાં તેમને અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ 2009માં ZRUCC સભ્ય તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. 2015 માં પહેલી વખત તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે બોડકદેવ વોર્ડમાંથી 15 હજારથી વધુ મતથી વિજય પ્રાપ્ત કર્યો હતો.

પ્લાનિંગ કમિટી ચેરમેન: 2015 થી 2017 સુધી દેવાંગ દાણીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન બિલ્ડીંગ અને ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 2018 માં તેઓ ગુજરાત યુનિવર્સિટી સેનેટ મેમ્બર બન્યા હતા. તે સમય દરમિયાન તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોસ્પિટલ કમિટીના ચેરમેન બન્યા હતા. તેમના સમયગાળા દરમિયાન પણ લોકાર્પણ થયું હતું. 2021 થી લઈ 11 સપ્ટેમ્બર 2023 સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રહ્યા છે. ત્યારબાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી મહત્વની જવાબદારી એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી દેવાંગ દાણીને સોંપવામાં આવી છે.