અમદાવાદ: રાજ્યની અનેક સરકારી કચેરીઓની બહાર એજન્ટો ગેરકાયદેસર સરકારી કામ કરી આપતા જોવા મળી આવતા હોય છે. આ પહેલા પણ અનેક એજન્ટો સામે તપાસની માંગ ઉઠી હતી. ત્યારે વધુ એકવાર જમીન માપણી માટે લાંચ માંગવામાં આવી હોય તેવા વીડિયો આમ આદમી પાર્ટી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.
ખેડૂત માટે કામ કરતા વ્યક્તિઓ, સંગઠનો, રાજકીય પક્ષોની માગણી છતાં સરકાર નવી જમીન માપણી રદ કરતી કેમ નથી. આજે સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ એજન્ટોના અડ્ડા બની ગયા છે અને અધિકારીઓ માટે કમાણીનું સાધન. આ પહેલા પણ સુરેન્દ્રનગરના એક ગામમાં કિસ્સા સહિત પુરાવાઓ સરકાર સામે મૂકવામાં આવ્યા હતા. જેમાં દિનેશભાઈ ગંગારામ સાપરા નામના ખેડૂતે 21 નવેમ્બર 2022ના રોજ જમીન માપણીની ભૂલ સુધારવા માટે અરજી કરી હતી. અને અરજી માટે 2400 રૂપિયા અરજી ફી અને 1100 રૂપિયા ફોર્મ ફી લેવામાં આવી હતી. - સાગર દેસાઈ,
AAP, પ્રદેશ પ્રધાન
અરજી કર્યા બાદ એજન્ટોના ફોન શરૂ: વધુમાં જણાવ્યું હતું કે દિનેશભાઈ સાપરાને અરજી થયા બાદ એજન્ટોના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. જેમાં ફોન કરનાર કિશન સોલંકી નામના વ્યક્તિનું કહેવું હતું કે સેટિંગથી હું વહેલામાં આપણી કરાવી આપીશ. મારું સાહેબ સાથે સેટિંગ છે. તમે મને પૈસા આપો એટલે બે દિવસમાં માપી થઈ જશે. તો પૈસા નહીં આપો તો વર્ષો સુધી નહીં થાય. જોકે તેમાં વાયરલ વીડિયોમાં ખેડૂતે વ્યાજબી લેવાનું કહ્યું તો જવાબ મળે છે કે અમે બીજા બધાને 15 હજાર લઈએ છીએ પણ તમારા ઓછા લીધા છે. મારે નથી લેવાના બધા સાહેબને જ આપવાના છે. અને DLR કચેરીના કમ્પાઉન્ડમાં જ લાંચની રકમ સ્વીકાર કરે છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
આમ આદમી પાર્ટીની માંગ: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રધાનનું સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તમારા ભ્રષ્ટાચારને બેરોકટોપ ચાલવા દેવા માટે તમે એસીબીને સીધી સૂચના આપી છે. સુરેન્દ્રનગર એસીબીના સ્ટાફને છેલ્લા પાંચ વર્ષમાં ચૂકવાયેલા પગાર અને તેમણે પકડેલા ભ્રષ્ટાચારના કેસના આંકડા જાહેર કરવામાં આવે. જે પ્રમાણે આમ આદમી પાર્ટીના પંજાબની સરકારે ભ્રષ્ટાચારની માગણી કરનાર અધિકારીઓના ઓડિયો વીડિયો મંગાવવા માટે જે એક સ્પેશિયલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તે નંબર પણ ગુજરાતમાં જાહેર કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.