ગુજરાતમાં કાતિલ ઠંડીનો ફરીથી પ્રારંભ થયો છે. દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલ સર્ક્યુલેશન દૂર થયું છે, જે પછી ગુજરાતમાં ઠંડાગારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી છ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી-પડશે. અને લઘુત્તમ તાપમાનમાં હજી 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
આજે 15 જાન્યુઆરીને બુધવારે વહેલી સવારે ઠંડીના પ્રમાણમાં નોધપાત્ર વધારો નોંધાયો હતો. નલીયા 6.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુગાર રહ્યું હતું. તેમ જ ગુજરાતના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે રહ્યું હતું. ગાંધીનગર 7.7 ડિગ્રી, જૂનાગઢ 8 ડિગ્રી, રાજકોટ 8.4 ડિગ્રી, કંડલા 8.4 ડિગ્રી, અમદાવાદમાં 9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. વહેલી સવારે તીવ્ર ઠંડીની વ્યાપક અસર જોવાઈ હતી
ગુજરાતના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન
- નલીયા 6.0 ડિગ્રી
- ગાંધીનગર 7.7 ડિગ્રી
- કંડલા 8.4 ડિગ્રી
- રાજકોટ 8.4 ડિગ્રી
- જૂનાગઢ 8.0 ડિગ્રી
- અમદાવાદ 9.0 ડિગ્રી
- ડીસા 9.8 ડિગ્રી
- પોરબંદર 9.8 ડિગ્રી
- ભૂજ 9.4 ડિગ્રી
- અમરેલી 9.4 ડિગ્રી
- વડોદરા 13.7 ડિગ્રી
- સૂરત 13.8 ડિગ્રી
- ભાવનગર 12.3 ડિગ્રી
- સુરેન્દ્રનગર 10.3 ડિગ્રી
આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો મોટો ઘટાડો નોંધાશે. જેથી ગુજરાતમાં હજી વધુ ઠંડી પડશે. ઉત્તરભારતમાં હિમવર્ષા થઈ રહી છે, જેને પગલે ઉત્તર તરફથી વાતા કાતિલ ઠંડા પવનોને કારણે કોલ્ડ વેવની સ્થિતિ રહેશે.