અમદાવાદઃ આનંદનગર પોલીસની કસ્ટડીમાં(Anand Nagar police Arrested the Fraudster) ઠાઠથી ઉભા રહેલો આ આરોપી બિલ્ડર મિહીર દેસાઈ છે. બિલ્ડ઼ર મિહીર વિરુધ્ધ ચાર્ટડ એકાઉન્ટન્ટ મલ્હાર મહેતાએ ફરિયાદ(Fraud Case in Ahmedabad) નોંધાવી હતી. આનંદનગર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં મિહીરે ફ્લેટ બુક કરી ફરિયાદી પાસેથી 40 લાખ મેળવી લીધા હતા અને બાદમાં દસ્તાવેજ બનાવ્યા વિના તે ફ્લેટ અન્ય એક વ્યક્તિને વેચી છેતરપિંડી કરી હતી. જે ગુનામા આરોપી ફરાર થાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી(Arrest of Fraud Builder in Ahmedabad) વધુ તપાસ હાથ ધરી છે.
મિહીરે ફ્લેટ બુક કરી ફરિયાદી પાસેથી 40 લાખ મેળવી લીધા હતા
ફરિયાદી મલ્હાર મહેતાને માહિતી મળી હતી કે, તેમણે જે ફ્લેટ બુક કરાવ્યો હતો તે ફ્લેટમાં અન્ય કોઈ ભાડે રહે છે. જેની તપાસ કરતા આ મામલો સામે આવ્યો હતો. જોકે મિહીરના કારનામાં અહિયા જ નથી અટકી જતા. છેતરપિંડીના એક ગુનામાં(Ahmedabad Fraud Crime Case) ધરપકડ થઈ ત્યાં અન્ય એક અરજાદાર પણ પોતાની રજૂઆત લઈ પોલીસ સમક્ષ પહોચી ગયો હતો.
છેતરપિંડીની 10 જેટલી ફરિયાદો
મિહીરની તપાસ કરતા સામે આવ્યું છે કે, બિલ્ડર મિહિર દેસાઈ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની 10 જેટલી ફરિયાદો નોંધાઈ ચુકી છે. જોકે આટલી ધરપકડ બાદ પણ તેના કારનામા પોલીસ મથક સુધી પહોંચી રહ્યા છે. ત્યારે પોલીસ આવા બિલ્ડર આરોપી વિરુધ્ધ કોઈ પગલા લે છે કે કેમ તે જોવુ મહત્વનુ છે.
આ પણ વાંચોઃ GST Search Operation in Kanpur: અમદાવાદ GSTના અધિકારીઓનું કાનુપુરમાં સર્ચ ઓપરેશન, 150 કરોડ રોકડ જપ્ત