અમદાવાદ OLX પર ફ્રોડ કરતા (Fraud on OLX)રાજસ્થાનથી એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.આ આરોપીએ ક્યુઆર કોડ સ્કેન કરીને 3.19 લાખની ઠગાઈ કરી છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ચાલતા ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ સાયબર ક્રાઇમે(Fraud in online) કર્યો છે. આરોપી જબ્બારખાન રહેમુદીન મેઉની OLX પર ફ્રોડ કેસમાં રાજસ્થાના ભરતપુર જિલ્લામાંથી(Online shopping frauds)ધરપકડ કરી છે. આરોપીએ અમદાવાદના એક વેપારીને OLX પર ક્યુઆર કોર્ડ સ્ક્રેન કરવા નામે 3.19 લાખની છેતરપીંડી કરી છે.
આ પણ વાંચો ઓનલાઇન શોપિંગના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા બે આરોપીની ધરપકડ
OLX પર ઠગાઈ આ ઘટના એવી છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વેપારીએ જુના સોફાસેટ OLX પર વેચાણ માટે મૂક્યું હતું. આ દરમિયાન આરોપીએ સોફાસેટ ખરીદવાની ઈરછા વ્યક્ત કરી કોલ કર્યો હતો. પૈસાની ચુકવણી માટે ક્યુઆર કોર્ડ મોકલ્યો હતો. વેપારી ક્યુઆર કોર્ડ સ્ક્રેન કરતા 24,500 રૂપિયા કપાઈ ગયા હતા. જેથી ફરી આરોપી સંપર્ક કરતા આરોપી બરકોર્ડ સ્ક્રેનર મોકલ્યું હતું જે વેપારી સ્ક્રેન કરતા 3.19 લાખ રૂપિયા બેન્કમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યાર બાદ આરોપી ફોન સ્વીચઓફ કરી દેતા વેપારી સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી.જેમાં સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસ્ટ આધારે આરોપી ધરપકડ કરી છે.
ગુનાને અંજામ આપ્યો આ પકડાયેલ આરોપી જબ્બારખાન મેઉ ધોરણ 12 પાસનો અભ્યાસ કર્યો છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જબ્બાર ઇ મિત્ર નિમલા નામની ઓફીસ ખોલીને ઠગાઇનો વેપાર કરે છે. સાયબર ક્રાઇમની તપાસમાં છેતરપિંડી પૈસા આરોપી સ્પાઇસ મની વોલેટના આઈડી ઉપર આવેલા હતા.જે બાદ તપાસ કરતા ભરતપુર જિલ્લા આજુબાજુના ગામના યુવાનો OLX ફ્રોડ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આમાં ફેક કોલ કરવાથી માડી પૈસા ઉપાડવા જાય ત્યાં સુધીના તમામ શખ્સો ગુનાહિત કાવતરું રચી ગુનાને અંજામ આપવા માટે માઇક્રો એટીએમના મર્ચન્ટ સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતુો. OLX નામે ફ્રોડ કરવાના નેટવર્કને લઈને સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. જામતારા બાદ રાજેસ્થાનના ભરતપુર OLX ગેંગ આંતક મચાવ્યો છે. આ ગેંગના અન્ય આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.