ETV Bharat / state

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતાના નિધન પર કર્યો શોક વ્યક્ત - ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતા

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહના માતાનું 94 વર્ષની વયે નિધન થતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો અને નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

અમિત શાહ
અમિત શાહ
author img

By

Published : Mar 10, 2021, 9:01 PM IST

  • શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું 94 વર્ષની વયે નિધન
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો
  • મહાશિવરાત્રીની પાઠવી શુભકામનાઓ

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું 94 વર્ષની વયે ગાંધીનગરમાં નિધન થયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબાના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જઈને સદગતને અંજલી આપી હતી.

આ પણ વાંચો: અમિત શાહે કન્યાકુમારીમાં શરૂ કર્યુ વિજય સંકલ્પ-મહાસંપર્ક અભિયાન

કેન્દ્રીય ગૃહપ્રધાને વ્યક્ત કરી દુઃખની લાગણી

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબેનના થયેલા અવસાન પર શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, ચુડાસમાના પરિવાર પર આવી પડેલી આ કારમી વિપત્તિ સમયે તેઓ પોતાની સંવેદના વ્યક્ત કરે છે. પરમ કૃપાળુ પરમાત્મા ભુપેન્દ્રસિંહના સમગ્ર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અને દિવંગત આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

આ પણ વાંચો: આસામના પ્રવાસ પર ગૃહપ્રધાન અમિત શાહ, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં લેશે ભાગ

ભગવાન શિવની મહિમા અપરંપાર: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે સમગ્ર દેશવાસીઓને અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, દેવાધિદેવ મહાદેવની આરાધનાનો સૌથી મોટો દિવસ મહાશિવરાત્રી છે. ભગવાન શિવની મહિમા અપરંપાર છે. સમુદ્ર મંથન દરમિયાન સમગ્ર સંસારના હિત માટે તેઓએ કરેલું વિષપાન ભગવાન શિવની ઉદારતા, પરોપકાર અને વિશાળતાનું પ્રતીક છે. સત્ય પણ શિવ છે, અનંત પણ શિવ છે, અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે. શિવ જ બ્રહ્મ અને શિવ જ શક્તિ છે. હિન્દુ ધર્મના શૈવવાદ પરંપરામાં મહાશિવરાત્રીએ આત્મનિરીક્ષણ, ધ્યાન ઉપવાસ, આત્મ અધ્યયન અને સામાજિક સંવાદિતા માટે અત્યંત મહત્વ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.