ETV Bharat / state

Amit Shah Gujarat visit : અંગ્રેજોમાં હિંમત ન હતી કે ગાંધીજીને દાંડી યાત્રાથી પકડીને લઈ જાય : ગૃહપ્રધાન અમિત શાહ - Mahatma Gandhi Dandi Yatra

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પાલડીમાં (Amit Shah Gujarat visit) આવેલા કોચરબ આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મહાત્મા ગાંધીજીના દાડી યાત્રા (Mahatma Gandhi Dandi Yatra) દરમિયાન કરેલા તેમના સંઘર્ષને યાદ કર્યો હતો.

Amit Shah Gujarat visit : અંગ્રેજોમાં હિંમત ન હતી કે ગાંધીજીને દાંડી યાત્રાથી પકડીને લઈ જાય : ગૃહપ્રધાન અમિત શાહ

author img

By

Published : Mar 12, 2022, 9:40 AM IST

Updated : Mar 12, 2022, 10:52 AM IST

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસની (Amit Shah Gujarat visit) ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેઓ આજે સવારે પાલડીમાં આવેલા કોચરબ આશ્રમ (Amit Shah Visit Kochrab Ashram) પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે. દાંડી સાયકલ યાત્રામાં સામેલ થતા પહેલા અમિત શાહ પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. મહત્વનું છે કે, આજે દાંડી યાત્રાના 92 વર્ષ પણ પુર્ણ થયા છે. વર્ષ 1930માં આજના દિવસે એટલે કે, 12મી માર્ચના રોજ મહાત્મા ગાંધીએ સંસ્થાનવાદની શક્તિને પડકારી હતી અને દાંડી માર્ચનું નેતૃત્વ કર્યું હતું.

"અંગ્રેજોમાં હિંમત ન હતી કે ગાંધીજીને દાંડી યાત્રાથી પકડીને લઈ જાય"

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, દસ વર્ષ પછી હું કોચરબ આશ્રમ આવ્યો છું. દાંડી યાત્રાથી ગાંધીજીએ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. અંગ્રેજોમાં હિંમત ન હતી કે ગાંધીજીને દાંડી યાત્રાથી (Dandi Yatra 92 year) પકડીને લઈ જાય. દાંડી યાત્રાથી ગાંધીજીએ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતા. અને ગાંધીજીની દાંડી યાત્રાથી સમગ્ર દેશમાં ચેતના પણ જાગી હતી. કોચરબ આશ્રમે મોહનદાસને મહાત્મા બનાવ્યા છે. સત્યની તાકાતના કારણે દરેક શબ્દ દેશભરમાં પહોંચતો હતો.

આ પણ વાંચો : PM Modi Gujarat Visit : સંગઠન વધુ મજબૂત કરો, ટોપી અને ખેસ હવે ભાજપની ઓળખ

કેન્દ્રીય ગૃહપ્રધાને આશ્રમ આવ્યા તે અંગે ખુશી વ્યક્ત કરી

કેન્દ્રીય ગૃહપ્રધાને 10 વર્ષ પછી કોચરબ આશ્રમ આવ્યા તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશની આઝાદીની લડાઈની રણનીતિ મહાત્મા ગાંધીના નેતુત્વમાં થઈ હતી. દાંડી માર્ચ, દાંડી યાત્રા એક એવું આંદોલન હતું કે દુનિયાભરમાં નામ નિશ્ચિત કર્યું. જે સમયે દાંડી યાત્રા નીકળી ત્યારે આધુનિક સાધનો ન હતા. આ ઉપરાંત વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શિક્ષણ નીતિ લાવ્યા તેમાં ગાંધીજીના વિચારોને સમાવી લેવાયા છે.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અમદાવાદમાં - શાહ પણ આવશે, સંયોગ કે આયોજન?

24 દિવસની લાંબી યાત્રા રહી હતી

ઉલ્લેખનિય છે કે, 12 માર્ચ 1930 ના દિવસે મહાત્મા ગાંધીએ મીઠા પર ટેક્સ લગાવવાના અંગ્રેજોના નિર્ણય સામે સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી. તે અંતર્ગત સમુદ્ર કિનારે વસેલા એક ગામ દાંડી સુધી 24 દિવસની લાંબી યાત્રા કરવામાં આવી. ત્યાં પહોંચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજોના મીઠાના કાયદાને તોડી નાંખ્યો. દેશની આઝાદીના (Paldi Kochrab Ashram) ઇતિહાસમાં દાંડી યાત્રાનું વિશેષ મહત્વ છે.

Last Updated : Mar 12, 2022, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.