અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આજે અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અમિત શાહ દ્વારા ઔડાનાં 1700 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન, ઉદ્યાન, ઓવરહેડ ટાંકી સહિતના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.
-
અંદાજે ₹1650 કરોડના AMC અને AUDAના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમથી લાઈવ... https://t.co/8UcxRkP74G
— Amit Shah (@AmitShah) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">અંદાજે ₹1650 કરોડના AMC અને AUDAના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમથી લાઈવ... https://t.co/8UcxRkP74G
— Amit Shah (@AmitShah) September 30, 2023અંદાજે ₹1650 કરોડના AMC અને AUDAના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમથી લાઈવ... https://t.co/8UcxRkP74G
— Amit Shah (@AmitShah) September 30, 2023
શું કહ્યું અમિત શાહે:
- CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમે નાગરિકોને માગ્યા પહેલા જ સુવિધાઓ આપી છે. વિકાસના અભિગમની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે વિકાસ કાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં ૧૭,૫૪૪ કરોડના ખર્ચે ૧૧,૦૦૦ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. એક કામ કરતા 50 વર્ષ લાગે એવા ચાર કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇની આગેવાનીમાં માત્ર ત્રણ મહિનામાં થયા.
-
જનભાગીદારીથી જ પર્યાવરણનું સંરક્ષણ શક્ય છે.
— Amit Shah (@AmitShah) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
જનભાગીદારી સાથે તળાવો અને બગીચાઓનું નિર્માણ આપણા સમાજની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. ત્રાગડ ગામમાં નવનિર્મિત તળાવ અને લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ સમગ્ર વિસ્તારના પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ ઉપરાંત તળાવના કારણે… pic.twitter.com/DyO2F6cV7U
">જનભાગીદારીથી જ પર્યાવરણનું સંરક્ષણ શક્ય છે.
— Amit Shah (@AmitShah) September 30, 2023
જનભાગીદારી સાથે તળાવો અને બગીચાઓનું નિર્માણ આપણા સમાજની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. ત્રાગડ ગામમાં નવનિર્મિત તળાવ અને લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ સમગ્ર વિસ્તારના પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ ઉપરાંત તળાવના કારણે… pic.twitter.com/DyO2F6cV7Uજનભાગીદારીથી જ પર્યાવરણનું સંરક્ષણ શક્ય છે.
— Amit Shah (@AmitShah) September 30, 2023
જનભાગીદારી સાથે તળાવો અને બગીચાઓનું નિર્માણ આપણા સમાજની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. ત્રાગડ ગામમાં નવનિર્મિત તળાવ અને લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ સમગ્ર વિસ્તારના પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ ઉપરાંત તળાવના કારણે… pic.twitter.com/DyO2F6cV7U
-
- PM મોદીની આગેવાનીમાં G20 સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્વ સ્તરે ખ્યાતિ પાત્ર બન્યું. જેમાં સર્વાનુમતે દિલ્હી ડેકલેરેશનની સ્વીકૃતિ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, આફ્રિકન યુનિયનને G20 સંગઠનમાં સમાવી શ્રી નરેન્દ્રભાઇએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્વને આપ્યો છે. G20નું આવું સફળ આયોજન અન્ય દેશો માટે એક ચેલેન્જ બની જશે.
- મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનો લક્ષ્ય શ્રી નરેન્દ્રભાઇએ રાખ્યો હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય વડાપ્રધાનશ્રીને આપ્યો હતો.
- મહિલા અનામત બિલને લઈને અમિત શાહે જણાવ્યું કે માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદાથી મહિલા શક્તિને નેતૃત્વમાં ભાગીદારી આપી મહિલા સન્માનના આપણા પ્રાચીન સંસ્કારોને કાયદાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે. પીએમ વિશ્વકર્મા યોજનાની પ્રશંસા કરી અમિત શાહે કહ્યું કે, 20થી વધુ પ્રકારનું કામ કરતા કારીગરોને એક તાંતણે બાંધવાનું કામ આ યોજનાથી થયું. તેમણે કહ્યું કે, આઝાદી બાદ પહેલીવાર પરંપરાગત કામ કરતા કારીગરોને આ યોજનામાં સામેલ કરાયા છે. જેનાથી છેવાડાના માનવીઓને સમાનતાનો અહેસાસ થયો છે.
-
અમદાવાદના જગતપુર ગામમાં આવેલ તળાવ વરસાદી પાણીનો કુદરતી સંગ્રહ છે. તેના નવીનીકરણથી તળાવ ફરી પુનઃજીવિત થશે.આ ઉપરાંત આસપાસના વિસ્તારનું બ્યુટીફીકેશન થવાથી તળાવ અને પર્યાવરણના જતનમાં પણ લોકોની ભાગીદારી વધશે. હું વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે નવીનીકરણ પછી તેની સ્વચ્છતા અને… pic.twitter.com/3kt9O8pK5N
— Amit Shah (@AmitShah) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">અમદાવાદના જગતપુર ગામમાં આવેલ તળાવ વરસાદી પાણીનો કુદરતી સંગ્રહ છે. તેના નવીનીકરણથી તળાવ ફરી પુનઃજીવિત થશે.આ ઉપરાંત આસપાસના વિસ્તારનું બ્યુટીફીકેશન થવાથી તળાવ અને પર્યાવરણના જતનમાં પણ લોકોની ભાગીદારી વધશે. હું વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે નવીનીકરણ પછી તેની સ્વચ્છતા અને… pic.twitter.com/3kt9O8pK5N
— Amit Shah (@AmitShah) September 30, 2023અમદાવાદના જગતપુર ગામમાં આવેલ તળાવ વરસાદી પાણીનો કુદરતી સંગ્રહ છે. તેના નવીનીકરણથી તળાવ ફરી પુનઃજીવિત થશે.આ ઉપરાંત આસપાસના વિસ્તારનું બ્યુટીફીકેશન થવાથી તળાવ અને પર્યાવરણના જતનમાં પણ લોકોની ભાગીદારી વધશે. હું વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે નવીનીકરણ પછી તેની સ્વચ્છતા અને… pic.twitter.com/3kt9O8pK5N
— Amit Shah (@AmitShah) September 30, 2023
-
AMCની ટીમને એવોર્ડ: આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં AMCની ટીમને રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં નગરો - મહાનગરોમાં નાગરિકોની 'ક્વોલિટી ઓફ લાઇફ' અને 'ઇઝ ઓફ લિવિંગ' વધે તેવા અનેકવિધ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં લગભગ દર અઠવાડિયે અનેકવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થતું રહે છે.
શહેરી વિકાસને નવી દિશા: રોડ-રસ્તા, બ્રીજ, ગાર્ડન, તળાવો સહિત અનેકવિધ માળખાગત સુવિધાઓ થકી રાજ્યમાં આજે શહેરી વિકાસને નવી દિશા મળી છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈએ 'કહેવું તે કરવું' નો ધ્યેય મંત્ર આપ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તાર દેશનો શ્રેષ્ઠ અને હરિયાળો મતવિસ્તાર બને તે માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી પાયાની સુવિધાઓ ખૂબ જ ઝડપથી પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને માર્ગદર્શન થકી આધુનિકતા સાથે સર્વાંગી વિકાસ દ્વારા 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત' નું સ્વપ્ન સાકાર થશે.
-
कुछ वर्ष पहले जलस्तर गिरने से जिस गुजरात में जलसंकट था, आज वहाँ हर घर तक जल पहुँच रहा है। गुजरात की भूमि को जल संकट से निकालना और हर घर तक जल पहुँचाना, @narendramodi जी की दूरदर्शिता और कड़ी मेहनत को दर्शाता है।
— Amit Shah (@AmitShah) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
आज अहमदाबाद शहरी विकास प्राधिकरण द्वारा जल जीवन मिशन के तहत विभिन्न… pic.twitter.com/4JpMshV31c
">कुछ वर्ष पहले जलस्तर गिरने से जिस गुजरात में जलसंकट था, आज वहाँ हर घर तक जल पहुँच रहा है। गुजरात की भूमि को जल संकट से निकालना और हर घर तक जल पहुँचाना, @narendramodi जी की दूरदर्शिता और कड़ी मेहनत को दर्शाता है।
— Amit Shah (@AmitShah) September 30, 2023
आज अहमदाबाद शहरी विकास प्राधिकरण द्वारा जल जीवन मिशन के तहत विभिन्न… pic.twitter.com/4JpMshV31cकुछ वर्ष पहले जलस्तर गिरने से जिस गुजरात में जलसंकट था, आज वहाँ हर घर तक जल पहुँच रहा है। गुजरात की भूमि को जल संकट से निकालना और हर घर तक जल पहुँचाना, @narendramodi जी की दूरदर्शिता और कड़ी मेहनत को दर्शाता है।
— Amit Shah (@AmitShah) September 30, 2023
आज अहमदाबाद शहरी विकास प्राधिकरण द्वारा जल जीवन मिशन के तहत विभिन्न… pic.twitter.com/4JpMshV31c
મેટ્રો રેલને એક વર્ષ પૂર્ણ: દેશ અને રાજ્યમાં માળખાગત સુવિધાઓના વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં આ વર્ષે સૌથી મોટું 3 લાખ કરોડનું બજેટ આપ્યું છે. આ બજેટમાં માળખાગત સુવિધાના વિકાસ કામોને અગ્રતા આપી છે અને આવનાર પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મેટ્રો રેલને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. મેટ્રો રેલ આધુનિક નગર વિકાસ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશનનું ઉત્તમ ઉદાહરણ છે. ભૂતકાળમાં એવો સમય હતો જ્યારે અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં જવા માટે માત્ર એ.એમ.ટી.એસ બસો જ ઉપલબ્ધ હતી. આજે અમદાવાદમાં બી.આર.ટી.એસ અને મેટ્રો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ આધુનિક ટ્રાન્સપોર્ટેશન થકી પ્રજાજનોનો સમય અને પૈસા બંને બચે છે. અમદાવાદમાં એક વર્ષમાં એક કરોડ 86 લાખ જેટલા લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતાની સાબિતી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
શ્રમદાન થકી સફાઈ અભિયાન હાથ ધરાશે: સ્વચ્છતા અભિયાન વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરી વિકાસમાં સ્વચ્છતાનું જનઆંદોલન ભળે ત્યારે ખરું અર્બન ડેવલપમેન્ટ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં જન અભિયાન બનાવ્યું છે. આ વર્ષે ગાંધીજયંતીની ઉજવણી 'એક તારીખ, એક કલાક, એક સાથે'ના સ્વચ્છતા મંત્ર સાથે દેશભરમાં મહાશ્રમદાન થકી થશે. 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, કચેરીઓ સહિત જાહેર સ્થળોએ સામુહિક શ્રમદાન થકી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.