અમદાવાદ: બોડકદેવ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધા, વીર શહીદોના પરિવારને સન્માન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં સવારે તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં સ્વતંત્ર સેનાનીઓની વેશભૂષામાં સજ્જ નાના વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકો તેમજ નાગરિકો સહિત મોટી સંખ્યામાં સ્કૂલ બોર્ડના અધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ શાળામાં તિરંગા યાત્રા યોજવામાં આવી. આપણો દેશ માટે જે વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. તે શહીદ વીર શહીદોના પરિવારને સન્માન અને વંદન કરવામાં આવ્યા છે. લીલા નગર પ્રાથમિક શાળાનું નામ પણ શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યો હોય અને સમાજમાં ઉચ્ચ જગ્યાએ બિરાજમાન છે.જેમાં IAS-IPS , ન્યાયાધીશ, પત્રકાર, ડોક્ટર, એન્જિનિયર, વકીલાત જેવી ફિલ્ડમાં રહી સમાજમાં અલગ અલગ ક્ષેત્રે યોગદાન આપ્યું હોય તેમનું સન્માન કરવામાં આવ્યું છે--સુજય દવે, (ચેરમેન, AMC સ્કૂલ બોર્ડ)
દયાલ હોલ ખાતે યોજાઇ: જે બાદ દેશભક્તિ ગીત સ્પર્ધા પંડિત દિન દયાલ હોલ ખાતે યોજાઇ હતી. જેમાં સ્કૂલ બોર્ડની 12 ઝોનની 12 ટીમ અને સિગ્નલ સ્કૂલ બાળકોની એક કૃતિ એમ કુલ 13 કૃતિ રજૂ કરવામાં આવી હતી. વિજેતા પ્રથમ ત્રણ કૃતિઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં દેશ કો નમન, વીરો કો નમન ભાવને ચરિતાર્થ કરવા માટે વીર શહીદોના પરિવારને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ વીર શહીદોના પરિવારોને સન્માનિત કર્યા હતા.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન: આ કાર્યક્રમમાં હાલમાં જ કાશ્મીરમાં શહીદ થનાર વીર શહીદ મહિપાલસિંહ વાળાને પણ શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. અગાઉ સ્કૂલ બોર્ડ અમદાવાદ આઠ શાળાનું નામાભિધાન વીર શહીદોના નામે થયું હોય તે જ રીતે વિરાટનગર વોર્ડમાં આવેલ લીલા નગર સ્માર્ટ શાળા નંબર 2 ને મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાના નામે નામાભિધાન કરવાની જાહેરાત જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડમાં અભ્યાસ કરી ચૂક્યા હોય અને રાજકીય શૈક્ષણિક તેમજ IAS-IPS કે પછી ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કારકિર્દી ધરાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલ બોર્ડ દ્વારા 500 જેટલી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે પૈકી 50 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.