અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ વિભાગ દ્વારા શહેરની જનતા વધુમાં વધુ ટેક્સ પ્રત્યે જાગૃત થાય તે માટે અલગ અલગ રીબેટ યોજના લાગુ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિને ટેક્સ વિભાગમાં સમસ્યાઓ જણાતી હોય તેવા લોકો માટે અલગ સુવિધા ઉભી કરવામાં આવે છે. જેથી એક જ જગ્યા પરથી સુધારો કરી શકાય પરંતુ મોટા કરદાતા હજુ પણ ટેક્સ ભરવામાં ક્યાંક ને ક્યાંક આળસ દાખવી રહ્યા છે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ વિભાગ દ્વારા આવા સામે આંખ લાલ કરી છે.
પ્રોપર્ટી ટેક્સ: નોટિસ પાઠવવામાં આવી રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલા તમામ મિલકતો પાસેથી પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં આવે છે. દરેક મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્સ નું બિલ તેમ જ ડિમાન્ડ નોટિસ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં કરદાતા એવા છે કે જેમને પ્રોપટી ટેક્સ ભરવામાં આવ્યો નથી. આવા પ્રોપટી ટેક્સ ન ભરનાર દાતાઓ પણ છેલ્લી નોટીસ તેમજ ચેતવણી નોટિસ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત GPMC એકટની કલમ 42 43 મુજબ ટાંક અને જપ્ત તેમજ પ્રોપટી સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
મિલકત પર બોજો: વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં મિલકતની ટેક્સની રકમ લેવાની પ્રક્રિયા સ્વરૂપે મિલકત કલેકટરના રેકોર્ડમાં બાકી પ્રોપર ટેક્સની રકમ બોજો તરીકે નોંધાવવામાં આવશે. જેના કારણે પ્રોપર્ટી ટેક્સની રકમ વ્યાજ તથા અન્ય પેનલ્ટી સહિત ભરપાઈ ન થાય ત્યાં સુધી કલેકટરના રેવન્યુ રેકેટમાં અથવા તો 7/12ના નકલમાં જે તે મિલકત માં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં. અથવા તો તે પ્રોપર્ટી ટેક્સ વહેંચી શકશે પણ નહીં.
રેકોર્ડ દાખલ: એક પ્રોપટી પર બોજો દાખલ આ કામગીરી અંતર્ગત હાલમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 0748 શિવરંજની સોસાયટી વોર્ડમાં આવેલ બંધન પાર્ટી પ્લોટ 17,38,464 રૂપિયા બાકી છે.જે એની હજુ પણ સુધી ટેક્સ ની ભરપાઈ કરવામાં આવી નથી. જેના દ્વારા જે તે જોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોજો નોંધવા માં આવીને આ રેકોર્ડ દાખલ કરવામાં આવ્યા છે. અને રેવન્યુ રેકોર્ડમાં બોજાની નોંધ દાખલ કરવામાં આવેલ છે. માલિક 30 થી 60 દિવસના ગાળાની અંદર મામલતદાર ને જવાબ આપવાનો રહેશે. જો આ સમયગાળા દરમિયાન મિલકત ટેક્સ ભરી દેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NOC ઇસ્યુ કરવામાં આવશે. અને જો ટેક્સ નહીં પડે તો રેવન્યુ રેકોર્ડમાં તેની પાકી નોંધ કરવામાં આવશે.
આ પણ વાંચો Ahmedabad Crime : જન્મદિવસ નિમિતે દારૂની મહેફિલ માણતા 8 શખ્સોની પોલીસે કરી ધરપકડ
ઓછી રકમ બાકી: આગામી સમયમાં હવે મોટી રકમ બાકી વાળા જે લોકો હજુ સુધી પ્રોપર ટેક્સ ભરેલ નથી. તેઓની મિલકત પર પણ બોજો દાખલ કરવામાં આવશે. જે પ્રોપટી ટેક્સની ઓછી રકમ બાકી છે. તેવા નાના કરદાતાઓને સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. આગામી સમયમાં અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય એસોપી બનાવવામાં આવશે. દરેક ઝોનના ટેક્સની મોટી રકમ બાકી હોય તેવા ડિફોલ્ડર ની મિલકત બોજો નોંધવામાં આવશે.