અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડ બહાર આવતા જ ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકામાં આવેલ બીજો નિરીક્ષણ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ 82 જેટલા બ્રિજોનું નિરીક્ષણ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જે અલગ અલગ તબક્કામાં તેની નિરીક્ષણ કરવામાં આવશે. જોકે, આ કેસમાં બિલાડીને દૂધની ધ્યાન રાખવાનું કહ્યું હોય એવો ઘાટ સામે આવ્યો છે. હાટકેશ્વર બ્રિજને લઈને સામસામે આક્ષેપબાજીનું આલખાયુદ્ધ થયા બાદ યુદ્ધના ધોરણે આ મામલો સામે આવ્યો હતો.
કામગીરી કરનાર કંપની: ત્રણ તબક્કામાં નિરિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રિજમાં ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીઆઈએલના અનુસંધાને સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં તૈયાર કરવામાં આવેલ છે. રેલવે ઓવરબ્રિજ નદી પરના બ્રિજ અન્ડર બ્રિજ તથા ફ્લાય ઓવર બ્રિજ નિરીક્ષણ અને તેની જાળવણી માટે હાલમાં ઉપલબ્ધ બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા બ્રિજના મેઇન્ટન્સ કન્સલન્ટ મુદત પૂર્ણ થયેલ હતી.ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ પ્રથમ કક્ષાનું નિરીક્ષણ ચોમાસા પહેલા જ્યારે બીજા કક્ષાનું નિરિક્ષણ ઓક્ટોબર માસમાં પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેના અંતર્ગત ગુજરાત સરકારમાંથી મંજુર થયેલ પ્રતિ ચોરસ મીટર પર 22.10 રૂપિયા તેમજ બીજા તબક્કાના નિરીક્ષણ માટે 81 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને ત્રીજા તબક્કામાં 302 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કામગીરી કરનાર કંપનીને આપવામાં આવશે.
3 કંપની જવાબદારી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટીમીડિયા કન્સલ્ટન્સ પ્રાઇવેટ લિમિટેડ, કસાડ કન્સલ્ટન્સ પ્રાઈવેટ લિમિટેડ અને પંકજ.એમ.પટેલ કન્સલ્ટન્સ ને કામગીરી સોંપવામાં આવી છે. આ ત્રણે અમદાવાદ શહેરમાં આવેલ રેલવે બ્રિજ નદી પર બ્રિજ અન્ડર બ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજનું અલગ અલગ તબક્કામાં કુલ 82 બ્રીજનું નિરીક્ષણ કરવાનું રહેશે. અમદાવાદ શહેરમાં આ ત્રણ કંપની દ્વારા જ બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.પરંતુ આ ત્રણે કંપનીએ પોતે તૈયાર કરેલા બ્રિજ તથા અન્ય બીજનું નિરીક્ષણ કરવાનું રહેશે.
આ પણ વાંચો AMC Tax : ઇતિહાસમાં પ્રથમવાર AMCએ ભારતીય રેલવે પાસેથી વસુલ્યો કરોડોનો ટેક્સ
હાલ મેગાસિટી તરીકે ઓળખાય: રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો જે પ્રમાણે વિકાસ થયો છે. અમદાવાદ શહેર હાલ મેગાસિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેરમાં ઝોન વાઇઝ ટેન્ડર પાડવામાં આવતા હોય છે. દરેક ઝોનમાં અંદાજિત 40-50 કરોડના કામ થતા હોય છે. RKC પ્રાઇવેટ લિમિટેડ ને 550 કરોડના કામ આપવામાં આવ્યા હતા. તે કામ તેને સમય મર્યાદામાં પૂર્ણ કર્યા હતા. તેના કામની કોઈપણ ફરિયાદ આવી નથી. ઉપરાંત જે પણ નવા રોડ બનાવવામાં આવ્યા હતા. તેમાંથી એક પણ નવો રોડ તૂટ્યો નથી. જેના કારણે આ વર્ષે પણ અંદાજિત 600 કરોડથી પણ વધારે ના કામો તેને ફરીથી આપવામાં આવ્યા છે.