અમદાવાદ: અમદાવાદની હવા સૌથી વધારે પ્રદૂષિત હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. દેશમાં પ્રદૂષણની ભૂમિકા પણ વિકાસ પામી રહી છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણની સમસ્યા જોવા મળતી હોય છે. જેના કારણે અનેક લોકોને પ્રદૂષણ થવાથી અનેક પ્રકારના રોગોનો પણ સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને હવાનું પ્રદુષણ અને સાથે નવા બાંધકામ ધૂળના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળતા હોય છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ બાંધકામ થતા હોય તે જગ્યાથી રોડ સુધી RCC રોડ બનાવવાનું તેમજ ટ્રકના ટાયર પણ ધોવા સૂચના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો Ahmedabad crime news: અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઇલ ચોરી કરતી ઝારખંડની ગેંગ પકડાઈ
પ્રદૂષણને લઈ નિર્ણય: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન DYMC આઈ.કે.પટેલ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ચાલુ બાંધકામ ની સાઈડ પર ભૂમિ તેમજ હવાનું પ્રદુષણ થાય નહીં. તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામ માલિક તેમજ તમામને કડક સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ચાલતા બાંધકામ સાઈટ પર ખોદાન દરમિયાન નીકળેલી માટીનો નિકાલ કરવા માટે અવરજવર કરતા ટ્રકને લઈને રોડ ઉપરથી અન્ય લોકોને હવા પ્રદુષણ જોવા મળી રહ્યું હતું. આવી ટ્રકને સાઈડ પર પ્લોટની અંદર ઊભી રાખી દેવાય છે. ઓછામાં ઓછી 15 ×7.50 મીટર જગ્યા પર આર સી સી તેમજ એવીનું કામ કરવાનું રહેશે. જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેગ્યુલર સમારકામ કરવાનું ફરજિયાત રહેશે.
કોર્પોરેશન મિલકતને નુકશાન: ચાલુ બાંધકામ ની સાઈડ પરમાર લઈ જવા અથવા અન્ય કારણો માટે સાઈડના રસ્તા તરફ પાર્કિંગથી શરૂ કરીને ઓછામાં ઓછી 25 રનિંગ મીટર અથવા કુલ રસ્તાની લંબાઈ 50% જેટલો આંતરિક રસ્તો બનાવવાનો રહેશે. આ ઉપરાંત જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો યોગ્ય સમર કામ પણ કરવાનું રહેશે. આ ઉપરાંત જે જગ્યા પર બાંધકામની પ્રવૃત્તિ ચાલી રહી હોય અને તેની સાથે સંકળાયેલા સાધનો ટ્રક વગેરે ટાયર ધોવાની પૂરતી વ્યવસ્થા તે સ્થળ ઉપર જ કરવાની રહેશે. જેના પગલે બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રસ્તા ફૂટપટ મ્યુનિસિપલ કોર્પોરેશન મિલકતને નુકસાન ન થાય.