અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ વિભાગ દ્વારા શહેરની જનતાને ટેક્સ બાબતે અલગ અલગ યોજનાઓ લાગુ પાડવામાં આવતી હોય છે. જેના કારણે શહેરની જનતા વધુમાં વધુ ટેક્સ ભરે અને શહેરના વિકાસમાં તેમનો ફાળો રહે તે માટેનો ઉદ્દેશ રહે છે. થોડા દિવસ પહેલા જ ટેક્સ બિલ માટે વોટસઅપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો. હવે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ માટેના કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Ahmedabad Crime : પાંચકૂવામાં જાહેરમાં યુવકની હત્યા કેસના બે આરોપીઓ ઝડપાયા
નવો રિટર્ન વહીવટી ચાર્જ: ટેકસ ચેક રિટર્નમાં કરદાતા પડી રહેલી વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા રહેણાક સિવાયની મિલકતોના કરદાતાઓને હાલમાં લાગુ પડતો વ્યવસ્થિત ચાર્જ યોગ્ય જણાય છે. જેના સંદર્ભમાં નવો રિટર્ન વહીવટી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં રહેણાંક મિલકતમાં હાલમાં રિટર્ન ચેક વહીવટ ચાર્જ અને નવા રિટર્ન વહીવટી ચાર્જમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. પરંતુ બિન રહેણાંક મિલકતમાં ચેકની રકમમાં 5 ટકા અથવા 1000 બેમાંથી જે વધુ હોય તે ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ નવા રિટર્ન ચેક વહીવટી ચાર્જમાં સુધારો કરવામાં આવ્યો છે જેમાં હવે ચેક ની રકમ માં 5 ટકા અથવા 1000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે ચાર્જ લેવામાં આવશે.
આ પણ વાંચો Hardik Patel Case : આંદોલન કેસની મુદત સમયે હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે કરી ટકોર
કાર્યક્રમ યોજાશે: પ્રોપર્ટી ટેક્સ અંગેના પ્રશ્નોનો તાકીદે નિકાલ થાય અને કરદાતાઓને ઝડપી અરજીઓનું નિકાલ થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા તમામ ઝોનમાં પ્રોપટી ટેક્સ ફરિયાદ નિવારણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ 24 ફેબ્રુઆરી 2023 ના રોજ સવારે 10:30 થી સાંજના 5:00 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં દરેક ઝોનના ટેક્સ ખાતાના વોર્ડ ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર હાજર રહેશે. આ કાર્યક્રમમાં નામ ટ્રાન્સફર, નામમાં ભૂલ સરનામાં જરૂરી ફેરફારો જેવી વિવિધ અરજીનો સ્થળ ઉપર જ કરવામાં આવશે.
હાલમાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત રિટર્ન ચેકની પેનલ્ટીમાં રેશનાઈઝેશનમાં રહેણાકને લગતા પ્રોપર્ટી ટેક્સ અંગે રિટર્ન ચેક માટે વહીવટી ચાર્જ રૂપે ચેકની રકમ અથવા રૂપિયા 500 બે માંથી જે ઓછું હોય તે વસૂલવામાં આવે છે. આ ઉપરાંત સિવાયની મિલકતોને લગતા ટેક્સ અંગેના રીટર્ન ચેકમાં વહીવટી ચાર્જ રૂપે ચેકમાં 5 ટકા અથવા 1000 રૂપિયા બેમાંથી જે વધું હોય તે વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે. પરંતુ આવા સંજોગોમાં કરદાતાની ભૂલ ન હોય તો પણ ટેકનિકલ ખામીને કારણે બેંકની કોઈ ભૂલ ના કારણે ચેક રિટર્ન થાય તો કોમર્શિયલ પ્રોપર્ટીના મોટી રકમોની ભરપાઈ કરતા કરદાતા પાસેની ચેકની રકમમાં 5 ટકા વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે. જેના કારણે વધારે વહીવટી ચાર્જ ચૂકવવો પડે છે - -જૈનિક વકીલ, રેવન્યુ કમિટી ચેરમેન,AMC