અમદાવાદઃ ચીનમાં શરૂ થયેલ કોવિડ -19 રોગચાળો હવે વિશ્વભરમાં ફેલાયેલો છે અને લાખો લોકોના જીવનને અસર કરતી એક મોટી મહામારી તરફ લઇ ગયો છે. વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો વસ્તી ધરાવતો આપણો દેશ ભારત હાલમાં જોખમ પર છે અને સરકાર કોવિડ -19 રોગચાળા સામે લડવા તમામ જરૂરી પગલાં લઈ રહી છે. ભારત સરકારે કોવીડ -19 રોગચાળા સામે લડવા માટે 21 દિવસની સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે, જેનાથી જીવનના દરેક વર્ગના લોકો, ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો અને બેઘર લોકો જેવા નબળાં સમુદાયોને અસર થઈ છે.
આવા નબળા પરિવારોને અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ભોજન અને કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના ઘણાં ભાગોમાં બેઘર આશ્રયસ્થાનો, દૈનિક વેતન મેળવનારા અને અન્ય વંચિત લાભાર્થીઓને સ્થાનિક જિલ્લા વહીવટ સાથે મળીને કરિયાણાની કીટ અને મફત ભોજન આપીને રાહત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
કોર્પોરેટ ભાગીદારો, વ્યક્તિગત દાતાઓ અને પ્રેરિત સ્વયંસેવકોના સક્રિય સહકારથી, જે લોકો નિસ્વાર્થપણે આ જરૂરિયાતની સમયે આગળ આવ્યાં છે, અમે લોકોને રાંધેલા ભોજન દ્વારા અથવા કરિયાણાની કીટ દ્વારા લોકોને રાહત આપી રહ્યાં છીએ. ગુજરાતમાં 10 લાખ લોકોને ભોજન પુરુ પાડ્યું છે.
હરેકૃષ્ણ મુવમેન્ટના અધ્યક્ષ અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ટ્રસ્ટી જગનમોહન કૃષ્ણદાસજીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત સરકાર અને રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્ય સરકારો સાથે કામ કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રતિબદ્ધ છીએ અને આ મુશ્કેલ સમયમાં આપણા દેશના લોકોને તમામ સંભવિત સેવાઓ આપીએ છીએ. હરેકૃષ્ણ મુવમેન્ટ, અમદાવાદ અને અક્ષયપાત્ર હંમેશા સરકારના પ્રયત્નોને મદદ કરવા અને કટોકટી દરમિયાન લોકોને રાહત આપવા માટે પ્રયત્નશીલ છે. હું વિવિધ સરકારો, અમારા કોર્પોરેટ ભાગીદારો, વ્યક્તિગત દાતાઓ, પ્રેરિત સ્વયંસેવકો અને તેમના બધા સમર્થકો માટે તેમની સેવાઓ માટે ખૂબ આભારી છું. અમારા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક આશાઓ સાથે ચાલે છે કે પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે અને જનજીવન સામાન્ય થશે. ત્યાં સુધી, અમે આ COVID-19 રોગચાળા દરમિયાન સાથે મળીને કામ કરીશું અને જરૂરી લોકોની સેવા કરીશું.