ETV Bharat / state

Akshaya Tritiya 2023: સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાનો શણગાર, જુઓ વીડિયો

કુમકુમ મંદિર ખાતે અખાત્રીજે ભગવાનના ચંદનના વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યાં હતા. તારીખ 22 એપ્રિલના (આજે) શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાન ને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચંદનના વાઘાનો શણગાર સજાવવામાં આવ્યા હતા.

સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાનો શણગાર સજાવવામાં આવ્યા

author img

By

Published : Apr 22, 2023, 2:11 PM IST

Akshaya Tritiya 2023: સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાનો શણગાર, જુઓ વીડિયો

અમદાવાદ ડેસ્ક: આજે અખાત્રીજ છે. ધરતીપુત્ર આજે ધરતીની પૂજા કરતા હોય છે. ત્યારે આજના દિવસે ભગવાનને પણ અલગ અલગ શણગાર ધરાવવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આવેલા કુમકુમ મંદિરમાં પણ ભગવાન સ્વામિનારાયણને ચંદનના વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યા હતા.

ભગવાનની પરિચર્યા: અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે. તે અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના 23 માં વચનામૃતમાં કહ્યું છે કે,ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. શિયાળો, ઉનાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુ અનુસાર ભગવાન શણગાર સજવા અને થાળ આદિ ધરાવી ભગવાનની પરિચર્યા કરવી.

આ પણ વાંચો Akshaya Tritiya 2023: અખાત્રીજ એટલે અક્ષય તૃતીયાએ પાંચ યોગ, આંખો બંધ કરી થાય શુભ કાર્યો આ દિવસે

વાઘાનો શણગાર: તે પ્રમાણે જ્યારે શિયાળો આવે છે ત્યારે ભગવાનને ગરમ વસ્ત્રો ધરાવવામાં આવે છે. હીટર મૂકવામાં આવે છે. તેવી રીતે જ્યારે ઉનાળો આવે છે. ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે. ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે.પરંતુ વૈશાખ માસ ની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર સજાવવામાં આવે છે.

મુહૂર્ત: વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ. જેને અક્ષય તૃતીયા કહેવાય છે. તે અંગે માહિતી આપતા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, વૈશાખ સુદ - ત્રીજ ને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે અક્ષત્‌ કહેતાં ચોખાથી ભગવાનનું - પૂજન કરવામાં આવે છે. મહાભારતનું યુદ્ધ આ દિવસે પૂર્ણ થયું હતું. દ્વાપરયુગમાં સમાપન આ દિવસે થયું હતું.

આ પણ વાંચો Akshaya Tritiya 2023 : અખાત્રીજના પર્વ પર સોની બજારમાં માયુશી, દાગીના માટે એડવાન્સ બુકિંગ ઘટ્યું

બાંકે બિહારીના દર્શન: વૈષ્ણવ ધર્મ માં વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન આજ દિવસે થાય છે. નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું સ્વરૂપ વલ્લભાચાર્યજીએ ગિરિરાજ પર આજ દિવસે પધરાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ કરવામાં આવે છે. જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે. આ દિવસ વણજોયા મુહુર્ત કહેવાય છે. શુભ કાર્ય વગર મુહુર્તે કરવામાં આવે છે.આ દિવસે વર્ષ દરમિયાન સૌથી વધુ લગ્ન થાય છે. આ દિવસે સોના -ચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.