અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Elections ) તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. ચૂંટણી પંચ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ પહેલા AIMIMએ સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 30 બઠકો પર ચૂંટણી લડશે.
ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 30 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. AIMIMએ (All India Majlis e Ittehadul Muslimeen) અત્યાર સુધીમાં પાંચ બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરત પૂર્વ બેઠક પર વસીમ કુરેશી, લિંબાયત બેઠક પર અબ્દુલ બશીર, જમાલપુર ખાડિયા બેઠક પર સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પર કૌશિકા પરમાર અને બાપુનગર બેઠક પર શાહનવાઝ ખાનનો સમાવેશ થાય છે.
ચૂંટણીની જાહેરાત મજબૂત અને સ્વતંત્ર અવાજ ઉભરશે ઓવૈસીનું કહેવું છે કે," AIMIM ગુજરાતના લોકો માટે છે. એક મજબૂત અને સ્વતંત્ર અવાજ ઉભરી આવશે". ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. તમને જણાવી દઈએ કે, નવેમ્બરના પહેલા સપ્તાહમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ગુજરાતમાં વડાપ્રધાન તારીખ 30 ઓકટોબરથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. બની શકે છે કે તે પછી જ ચૂંટણી પંચ તારીખ જાહેર કરે. ચૂંટણી પંચની જાહેરાત બાદ સરકાર વધુ કોઈ જાહેરાત કરી શકે તેમ નથી. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.
પાંચ બેઠક પર ઉમેદવારોના નામ
(1) સુરત ઈસ્ટ- વસિમ કૂરેશી
(2) લિમ્બાયત- અબ્દુલ બશિર
(3) જમાલપુર ખાડિયા- સબિર કાબલિવાલા
(4) દાણીલીમડા- કૌશિકા પરમાર
(5) બાપુનગર- શાહનવાઝ ખાન