અમદાવાદઃ કોવિડ-૧૯ની બીમારીએ સમગ્ર વિશ્વને ભરડો લીધો છે. એકબીજાના સ્પર્શથી ફેલાતાં આ રોગને કારણે વિશ્વ આખામાં લાખથી વધુ લોકોના મૃત્યુ થયાં છે. આ રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક પણ એક અત્યંત અનિવાર્ય રક્ષણ પુરવાર થયું છે. હોસ્પિટલમાં સેવારત ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ તો માસ્કનો બહુધા ઉપયોગ કરે જ છે. જો કે ગુજરાત સરકારે પણ માસ્ક પહેરવાની અપીલ કરી જ છે. દેશના કેટલાંક રાજ્યોએ તો માસ્ક પહેરવો ફરજિયાત પણ બનાવ્યો છે.
આમ તો સામાન્ય રીતે લોકો પોતાના હાથરૂમાલ કે અન્ય કપડાંથી મોઢાને ઢાંકીને તેને માસ્ક તરીકે ઉપયોગ કરતાં જ હોય છે. વિધિસર બનાવેલો માસ્ક બજારમાં કંઈક અશે મોંઘો પડતો હોય છે. અમદાવાદના ચેનપુરમા રહેતાં પૂજાબહેને માત્ર 6 રૂપિયામાં એટલે કે અત્યંત નજીવા ભાવે માસ્ક બનાવ્યાં છે.