અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ત્યારે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં AMC દ્વારા કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે શહેરના પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પણ રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ અનુસાર 200 રૂપિયાનો દંડ કરવામાં વસુલવામાં આવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે કરેલી કડક કાર્યવાહી
- જાહેરમાં થૂંકવા બદલ વસુલ્યો રૂપિયા 1 કરોડ 14 લાખનો દંડ
- માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી રૂપિયા 90 હજારનો દંડ વસૂલ્યો
- 28 લાખનો દંડ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવ્યો
- 73 જેટલી પાન મસાલાની દુકાનો સીલ કરી
AMC દ્વારા અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 14 લાખનો દંડ જાહેરમાં થુંકવા બદલ લોકો પાસેથી વસૂલવામાં આવ્યો છે. તેમજ 90 હજારનો દંડ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી ઉઘરાવવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી કામગીરી દરમિયાન 28 લાખ દંડ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવ્યો છે. આ સાથે 73 જેટલી પાન મસાલાની દુકાનો સીલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે AMC દ્વારા શહેરીજનોને જાહેરમાં ગંદકી ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તેમ જ માસ્ક પહેરવાનો પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં લોકો હજૂ પણ આ વિષયને ગંભીરતાથી લેતા નથી. તેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વિભાગ દ્વારા આ કડક કામગીરી હાથ ધરવામાં આવી છે લોકો જાણે કે કોરોના ખતમ થઈ ગયો હોય તેમ પાનના ગલ્લે ટોળે વળે છે અને એમાં પણ જાહેરમાં પહેરતા નથી અને તેના માટે લોકો પાસેથી દંડ ઉઘરાવામાં આવે છે.
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કડક કાર્યવાહી અંગે ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં રાખવા માટે જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. તેમજ જાહેરમા થુંકવું દંડનીય અપરાધ છે. ત્યારે આવા સમયે નાગરિકોએ કોરોનાને હરાવવા માટે સહકાર આપવો જોઈએ, પરંતુ લોકો તરફથી સહકાર ન મળવાના પગલે અમારે કડક કાર્યવાહી કરવી પડે છે.
ગુરુવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઘાણી નગર શાખામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવાને કારણે સીલ કરવામાં આવી હતી. તેમજ શુક્રવારે પણ SBIની પાલડી ખાતે આવેલી શાખાને ગંદકી કરવા બદલ 30 હજારનો દંડ કરવામાં આવ્યો છે.