અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઇન્ડિયા અંતર્ગત દેશના યુવાનોને આપવામાં આવી રહ્યો છે. જેને લઇને આજના દેશના યુવાનો અનેક નવા પ્રોજેક્ટ લાવીને દુનિયામાં પોતાનો ડંકો બચાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના એક યુવાને એક ઇલેક્ટ્રોનિક ઘોડિયું બનાવીને પોતાની કોલેજનો પ્રોજેક્ટ આજ બિઝનેસમાં કન્વર્ટ કરીને સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યો છે.
ઘડિયાળના સિદ્ધાંત પર ચાલતું ઘોડિયું: ઋષભ શેઠએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે સમયે મને એક કોલેજમાંથી પ્રોજેક્ટની સોંપવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ દરમિયાન મેં એક ઇલેક્ટ્રીક ઘોડિયું બનાવ્યું હતું. તે સમયગાળા દરમિયાન આ ઘોડિયાની બજારમાં ખૂબ જ માંગ હતી. જેના કારણે મેં આ પ્રોજેક્ટને બિઝનેસમાં કન્વર્ટ કર્યો છે. આ ઘોડીયુ એવું છે કે આ ઇલેક્ટ્રો મેગ્નેટિક મિકેનિઝમ પર ચાલતું આ ઘોડિયું છે. પરંતુ શરૂઆતમાં અમે એક મોટરથી આ ઘોડિયું બનાવ્યું હતું. પરંતુ મોટરનો બહુ જ અવાજ આવતો હતો. એ મોડલ સફળ ન થતા ઇલેક્ટ્રો મેગ્નેટિક મિકેનિઝમ પર ચાલતું આ ઘોડિયું બનાવ્યું હતું આ ઘોડીયુ ઘડિયાળના લોલકના સિદ્ધાંત પર ચાલે છે.
ઘોડિયામાં શું છે સુવિધા: કોડિયાની ગતિ તમે પોતાની ઈચ્છા મુજબ ઓછી કે વધારે કરી શકો છો. આ ઉપરાંત ઘોડિયામાં તમે સમય પણ નક્કી કરી શકો છો કે તમે સતત ચાલુ રાખવું છે કે પછી તમે 40 મિનિટ બાદ ઓટોમેટીક તે ઘોડિયું બંધ પણ થઈ જાય છે. કોઈપણ જગ્યાએ કોઈ પણ ઘોડિયામાં લગાવી શકાય છે. આ ઘોડિયું બાળકના 12 કિલો જેટલા વજનને આસાનીથી ઝુલાવી શકે છે.
કોલેજનો પ્રોજેક્ટ બિઝનેસમાં કન્વર્ટ: વધુમાં જણાવ્યું હતું કે આજના સમયની અંદર માતા પિતા પોતાના વર્કિંગ સમયથી બાળકને યોગ્ય રીતે સમય આપી શકતા નથી. જેથી નાના બાળકને સુવડાવતી વખતે એક વ્યક્તિ ફરજિયાત તેની સાથે હોવું જરૂરી છે. જેના કારણે આ ઘોડીયા બનાવવાનો વિચાર આવ્યો અને આ ઘોડીયુ મેં મારા કોલેજના પ્રોજેક્ટમાં જ અમલમાં મૂક્યું હતું. અને પછી આની માગ જોતા મેં બિઝનેસ તરફ કન્વર્ટ કર્યું છે. અત્યાર સુધી મેં 1500 જેટલા કોડિયા બનાવીને વેચ્યા છે. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશની અંદર પણ આ ઘોડિયા મોકલી રહ્યો છું.
આ પણ વાંચો: નવસારીમાં સાત જિલ્લાના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન પ્રદર્શન, વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ આકર્ષક
ઘોડિયા માટે 15 દિવસનું વેઈટિંગ: દિવસેને દિવસે આ ઘોડિયાની માંગ વધારે જોવા મળી રહી છે. જેના કારણે હાલમાં કોઈ વ્યક્તિને ઘોડિયું લેવું હોય તો 15 દિવસનું વેઇટિંગ પણ ચાલી રહ્યું છે. બીજા કોડિયાની સરખામણીમાં આ ઘોડિયું વજનમાં પણ હલકું છે.જેથી કોઈ પણ જગ્યાએ આસાનીથી ટ્રાન્સફર કરી શકાય છે.
અત્યાર સુધી અમેરિકા,ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોની અંદર પણ ઘોડિયા મોકલવામાં આવ્યા છે.