ETV Bharat / state

Ahmedabad Safari Park : અમદાવાદના ગ્યાસપુર ખાતે 500 એકરમાં સફારી પાર્ક નિર્માણ પામશે - સાબરમતી રિવરફ્રન્ટ

આગામી દિવસોમાં અમદાવાદમાં જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ માટે કન્સલ્ટન્ટ નિમવા ટેન્ડર બહાર પાડ્યા છે. જંગલ સફારીની વાત કરીએ તો, ગ્યાસપુર ખાતે 500 એકરમા 200થી 250 કરોડના ખર્ચે પાર્ક નિર્માણ પામશે. પાર્કમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળશે. આ સફારીમાં ગીરના સિંહ, દીપડા, જીરાફ, વાઘ સહિતના પ્રાણીઓ રાખવામાં આવશે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 9:18 PM IST

Updated : Sep 6, 2023, 9:32 PM IST

Ahmedabad Safari Park

અમદાવાદ : અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં અનેક ફરવા લાયક સ્થળો છે, જે બહારથી આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલ અટલબિજ, સાબરમતીમાં નદીમાં ચાલતી ક્રુઝ, હેલિકોપ્ટર રાઇડ, કાંકરિયા તળાવ, નગીના વાડી જેવા વિવિધ સ્થળો ફરવા લાયક છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નવું નજરાણું તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં લોકોને વધુ એક નવું નજરાણું આગામી સમયમાં પ્રાપ્ત થશે. સાબરમતી નદીના પટમાં ગ્યાસપૂર પાસે 500 એકરમાં જંગલ સફારી બનાવવામાં આવશે. જેથી અમદાવાદ શહેરમાં આવતા પર્યટકો માટે વધુ એક ફરવા લાયકનું સ્થળ થશે. - હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

500 એકરમાં તૈયાર કરાશે : સાબરમતી નદીના પટ પર ગ્યાસપુર ગામની બાજુમાં જ વિશાળ જંગલ સફારી પાર્ક શરૂ કરવાની કોર્પોરેશનએ યોજના બનાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિગતવાર પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરીને કન્ટલ્ટ નિમાવવાની પ્રક્રિયા હાથ કરી છે. આ સફારી પાર્ક તૈયાર થશે, જેની અંદર અંદાજિત 200થી 250 કરોડનો ખર્ચ પણ દર્શાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં વોટર સપ્લાય સહિતની પાયાની સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

અલગ-અલગ વિભાગો બનાવ્યા : સાબરમતી નદીનો તટ હોવાને કારણે વિદેશથી આવતા પક્ષીઓ પણ અહીંયા જોવા મળી શકે છે. અલગ અલગ પ્રકારના સંખ્યાબંધ વૃક્ષો તેમજ વૈવિધ્યસભર જીવસૃષ્ટિને પણ ધ્યાનમાં કેન્દ્રિત કરવામાં આવશે. સફારી પાર્કમાં આવતા લોકોને મનોરંજનની સાથે સાથે પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો પણ અભ્યાસ કરી શકશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સફારી પાર્કને અલગ અલગ વિભાગમાં સૂચવ્યા છે. જેમાં સૌથી બહારના વિસ્તારમાં સાયકલિંગ અને જોગિંગ ટ્રેક હશે. જેમાં વનસ્પતિ સૃષ્ટિનું જતન કરી શકાશે અને સૌથી અંદરના ત્રીજા વિસ્તારમાં જંગલ સફારી હશે.

  1. Floating Restaurant: અમદાવાદીઓ થઈ જજો તૈયાર, એપ્રિલ સુધીમાં સાબરમતી નદીમાં મુકાશે ફ્લોટિંગ રેસ્ટોરાં
  2. Ahmedabad News: અમદાવાદને આકાશમાંથી જોવાનો મોકો, સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ

Last Updated : Sep 6, 2023, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.