વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ પર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાનના જન્મદિવસના એક દિવસ અગાઉ મૂળ અમદાવાદની અને લંડનમાં રહેતી મહિલાએ ઉજવણી કરી હતી. આ મહિલાએ વડાપ્રધાનના દેશને આપેલા સંદેશ સાથેેના ફોટા સાથેની કેક બનાવી હતી. સાથે જ મોદીને ભાવતી વાનગીઓ પણ બનાવી હતી.
અનુજા વકીલ નામની મહિલા મૂળ અમદાવદના પાલડી વિસ્તારની છે પરંતુ, કેટલાય સમયથી લંડન ખાતે રહે છે. અનુજામાં ભારત માટેની અનોખી દેશ-ભક્તિ તો છે જ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ લાગણી છે. ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો 69મો જન્મ દિવસ છે ત્યારે અનુજાએ અનોખી રીતે વડાપ્રધાનના જન્મ-દિવસની ઉજવણી કરી હતી. વિદેશમાં અલગ પ્રકારની કેક બનાવીને અનુજાએ પોતાના પરિવાર અને મિત્રો સાથે કેક કાપીને ઉજવણી કરી હતી.
69માં જન્મદિવસ નિમિતે વડાપ્રધાનના મનપસંદ બદામ-પીસ્તા, શ્રીખંડની સ્પેશિયલ કેક બનાવી હતી. ઉપરાંત વડાપ્રધાનની પ્રિય વાનગી ઢોકળા અને ખાંડવી પણ બનાવી હતી. વડાપ્રધાનના નાનપણથી અત્યાર સુધીની સફરના તમામ ફોટા કેકમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાને હાંસલ કરેલી સિદ્ધિઓ અને સફળતા પણ કેકમાં જોવા મળી હતી.
કેકની આસપાસ તથા ઉપરની તસવીરોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી,5 વર્ષના કાર્યકાળનો વિકાસ, ગુજરાતના CM વખતની યાદગાર પડો, મોદીના સિદ્ધાંત એવા વિવેકાનંદ, મોદીએ લખેલ પુસ્તક,RSS,ગામ વડનગર, વડાપ્રધાનની ચા વેચતી તસ્વીર વગેરે જોવા મળ્યું હતું. અનુજા અને તેમના મિત્રોએ ઘરમાં જ કેક કાપીને જન્મ-દિવસની ઉજવણી કરી હતી.
ખાસ કેકની અંદર સબકા સાથ સબકા વિકાસ, મોદી હૈ તો મુન્કીન હે અને સ્વચ્છ ભારત મિશન અંગેની છબી કેકમાં રાખવામાં આવી હતી. કેકની શરૂઆત મોદીના ફોટાથી થઇ હતી. જે બાદ એક બાદ એક સંદેશ સાથેનો ફોટો જોવા મળ્યો હતો. જે લોકો વડાપ્રધાનને મળી નથી શકતા અને શુભકામનાઓ નથી પાઠવી શકતા તે લોકો અલગ પ્રકારે ઉજવણી કરે છે તે આ વિડીઓ પરથી સાબિત થયું છે.