ETV Bharat / state

Ahmedabad Vadodara Express Highway: ટોલ ટેક્સના દર વધતા કોંગ્રેસે કહ્યું, સરકારના અચ્છે દિન - એક્સપ્રેસ હાઈવે ટોલ ટેક્ષમાં વધારો

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરનો ટોલ ટેક્ષ વધારાને લઇને કોંગ્રેસે સામાન્ય જનતાની ચિંતા કરી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી એ કહ્યું કે, આ પ્રકારે વિવિધ વસ્તુઓમાં મોંઘવારીથી લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસે સરકાર પાસે નાગરિકો માટે રાહત પણ માંગી હતી.

Toll Tax : એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સ વધારાને લઈને કોંગ્રેસે કહ્યું, અચ્છે દિન એટલે...

author img

By

Published : Mar 30, 2023, 5:40 PM IST

અમદાવાદ-વડોદરાની સવારી થશે મોંધી, એક્સપ્રેસ વેના ટોલ ફીમાં વધારો

અમદાવાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સવારી હવે વધું મોધી થવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ફીમાં ઝીંકવામાં આવ્યો છે. એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારના વાહનનો માટે ટોલ ટેક્સમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો આવ્યો છે. ટોલ ટેક્ષના ભાવ વધારાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકારના અચ્છે દિનને લઈને પ્રહાર કર્યા છે.

ટોલ ટેક્ષના ભાવ વધારાને લઈને કોંગ્રેસ : કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એક તરફ બેફામ મોંઘવારી, આવકના ઘટતા જતા સ્ત્રોતો અને આર્થિક સંકળામણનe પારાવાર હાલાકી ભોગવી રહેલા દેશના નાગરિકો અને ગુજરાતના નાગરિકો કઈ રીતે પોતે પરિવહન કરી શકે તે પણ હવે મુશ્કેલ થતું જાય છે. ખાલી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્ષમાં 10થી 15 ટકાનો વધારો થવાનો છે. એટલે કે અમદાવાદથી વડોદરા જવાના પહેલા આપણે ચુકવતા તેમાં 15થી 20 રૂપિયાનો વધારો થશે.

કેટલો વધારો થયો : વધુમાં જણાવ્યું હતું કે, એટલે કે સિંગલ ટોલ છે તે 135 રૂપિયા થશે અને રિર્ટના 200 રુપિયા થઈ જશે. અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે 65 અને રીટર્ન ટ્રીપના 95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ 85 અને રીટર્ન ટ્રીપ 125 થશે. આ ભાવ વધારાના કારણે સમગ્ર પરિવહન મોંઘુ થશે અને અન્ય વાહનો માટે પણ મોંધવારીનો માર અંતે તો સામાન્ય જનતા પર આવવાનો છે. આ એક માત્ર નેશનલ હાઈવેના ટોલ ટેક્ષની વાત કરુ છું પણ દેશની અંદરના તમામ નેશનલ હાઈવે પરના જે ટોલ છે ટોલ પર જે ટેક્ષ વસૂલાત છે. એમાં 10થી 15 ટકાનો વધારો 1લી એપ્રિલથી થઈ ગયો છે.

આ પણ વાંચો : Vadodara News : યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી, ટોલનાકાના કર્મચારીને માર માર્યો

સામાન્ય જનતા પર માર : વધુમાં ઉમેર્યું હતું કે, 1લી અપ્રિલથી વિવિધ પ્રકારના ભાવ વધારા ઝીંકવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રમાં આવેલી સરકારે દેશની જનતાને વાયદો કર્યો હતો કે, અચ્છે દિનનો, ત્યારે આપણે ખબર પડે છે કે, આ અચ્છે દિનની વાસ્તવિકની વાત ચૂંટણી સભામાં જ અચ્છે દિન હતા જે વ્યાખ્યા અલગ હતી. તેમજ હકિકતમાં અચ્છે દિન એટલે કે દરેક ચીજ વસ્તુમાં મોંઘવારી એ પછી તમારે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તમે જ્યાં જશો જ્યાં પરિવહન કરશો ત્યાં ટોલ આવશે. ટોલ પર ટેક્ષ ભરવો બેન્કિંગ ક્ષેત્રમાં પણ ટેક્ષ વધારો આમ સમગ્ર નજરે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને જીવન જીવવું મુશ્કેલ પડી રહ્યું છે.

આ પણ વાંચો : Toll Tax: કામરેજ ટોલ પ્લાઝામાં સ્થાનિક વાહનચાલકોએ નહીં ભરવો પડે ટોલ, 10મી સુધી રાહત

કોંગ્રેસની માંગ : મનીષ દોશીએ કહ્યું કે, કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, વધતી જતી મોંઘવારી પેટ્રોલ ડીઝલના આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રુડ ઓઈલના ભાવ ઘટે તો તેનો ભાવ ઘટાડાનો લાભ દેશની જનતા અને ગુજરાતને મળતો નથી. ત્યારે ટોલ ટેક્ષમાં ભાવ વધારો પરત ખેંચવો જોઈ અને નાગરિકોને રાહત આપવી જોઈએ. તો જ પરિવહન સસ્તું થશે. તો લોકોને મોંધવારીના મારમાંથી રાહત મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.