અમદાવાદ : ભારે બફારા અને ગરમી બાદ અમદાવાદમાં રીમઝીમ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આકરી ગરમી બાદ હવે આવનારા દિવસોમાં રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બળબળતા તાપ વચ્ચે હવે ફરી એક વાર કમોસમી વરસાદને લઇને વધુએ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. આગામી 28 અને 29મીએ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. તો વળી સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.
ક્યા વિસ્તારમાં પડી શકે છે વરસાદ : હવામાન વિભાગ દ્વારા રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ સહિતના જિલ્લામાં વરસાદ વરસે તેવી શકયતા જોવા મળી રહી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તો બીજી બાજુ સાવચેતીના ભાગરૂપે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. 28 અને 29 તારીખે કમોસમી વરસાદની આગાહીને પગલે ગુજરાતના લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. જોકે તે સમય દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગરમીથી રાહત : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ફરી એકવાર 28 અને 29 મે એ રાજ્યમાં કમોસમી માવઠું સર્જાશે. જેને પગલે ગરમીમાં શેકાઇ રહેલા ગૂજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે. સાથે વાતાવરણ પલટાતા અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જોકે હાલ ગરમી આંશિક રીતે ઓછી થવાના અણસાર સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી જોવા મળ્યું હતું. ગુજરાતના સરેરાશ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને ગરમીમાંથી રાહત તો મળશે, પરંતુ કમોસમી વરસાદને કારણે નુકસાન પણ સર્જાઈ શકે છે.
ક્યા કેટલું તાપમાન : આજથી રાજ્યમાં ગરમી ઘટવાની સાથે તારીખ 26 અને 29ના રોજ ફરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે અમદાવાદ, વરસાદનું આગમન થયું છે. રાજકોટ, અમરેલી, ગાંધીનગર અને પાટણમાં કાળઝાળ ગરમી નોંધાઇ હતી. ગઈકાલે રાજ્યનું હોટેસ્ટ સિટી ફરી એકવાર 43.4 ડિગ્રી સાથે અમદાવાદ રહ્યું હતું. ગાંધીનગરમાં 42 ડિગ્રી, અમરેલીમાં 40, વડોદરામાં 39.6, ભાવનગરમાં 40, ડિસામાં 40, પાટણમાં 40.7 અને રાજકોટ શહેરમાં 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જોકે ગઈકાલે દરિયાકાંઠાના શહેરોમાં સામાન્ય તાપમાન રહેવા પામ્યું હતું. દિવમાં 33.2, દ્વારકામાં 31.5, કંડલામાં 35.7, નલિયામાં 36, ઓખામાં 33.4 પોરબંદરમાં 34.7 અને વેરાવળ ખાતે 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Jamnagar News : અરબી સમુદ્રમાં સર્જાયું ડિપ્રેશન, જામનગરમાં પવનની ગતિમાં વધારો થતાં વરસાદની શક્યતા
Hemkund Sahib Yatra: ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે શ્રી હેમકુંડ સાહિબની યાત્રા સ્થગિત