- નારોલમાં વધુ 2 શ્રમિકોના મોત
- ટાંકીમાં સફાઈ કરતા થયા મોત
- પોલીસે સ્થળ પહોંચીને તપાસ હાથ ધરી
અમદાવાદ : શહેરમાં ફેક્ટરી અને કારખાનામાં કામદારોના જીવનું જોખમ હંમેશા રહે છે. આ વાતને સાર્થક કરતો બનાવ સામે આવ્યો છે. દાણી લીમડામાં આવેલી સુએજ ફાર્મ વિસ્તારમાં સુએજ ફાર્મ રોડ પર આવેલી જીન્સ પેન્ટના વોશિંગ કરતા ફેકટરીમાં વોશિંગની ટાંકી સાફ સફાઈ કરતા સમયે 2 મજૂરના મોત નીપજ્યા હતા. બન્ને જ્યારે ટાંકીની સાફ સફાઈ કરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
ટાંકીની સફાઈ દરમિયાન 2 મજૂરના મોત
નારોલમા રહેતા માલખન કેવટ અને ઉત્તરપ્રદેશના હરકિશન રાવત છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, પણ શનિવારનો દિવસ આ મજૂરી કામ કરતા બન્ને કામદારો માટે કાળ બનીને આવ્યો હતો. બપોરના સમયે જીન્સ વોશિંગથી નીકળેલા પાણીનો જ્યાં સંગ્રહ જ્યા થાય છે, તે પાણીની ટાકી સાફ કરતા કરતા અચાનક મોત થયા હતા. જેને પગલે FSL, GPCB અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, બન્નેના મોત ટાકીમાં ગુગળવાથી થયા કે ડૂબી જવાથી તેની તપાસ માટે FSLની ટીમે પૂરાવા એકઠા કર્યા છે. આ સાથે જ મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.